________________
સ્વ. બાલાવબોધ : હવે, પ્રભુથી વિનતિ કરી પોતાનો મનોરથ કહે છે- હે પ્રભુ ! તમે ત્રિભુવન-નાથ છો. સમ્યગુ-દર્શનાદિ ગુણ પમાડવાના તથા રખવાલવાના પરમ કારણ છો અને હું તમારો દાસ છું.
ઇહાં, શ્રી વીતરાગનું દાસપણું તો સમકિતી, દેશવિરતિ તથા સર્વ-વિરતિને વિષે છે પણ અહીં તો ભદ્રકપણાનું ઉપચાર-વચન છે, માટે હે કરૂણાનિધિ-હે કરુણાના સમુદ્ર ! મુઝને એ ખરી અભિલાષ છે.
તે કહું છું જે, માહરો આત્માનો વસ્તુ સ્વભાવ –
“से ण दीहे ण हस्से ण वढे ण तंसे ण चौरंसे ण परिमंडले ण किण्हे ण नीले ण लोहिए ण हालिद्दे ण सुक्किल्ले ण सुरहि ण दुरहि ण तित्ते ण कडुए ण कसाए ण अंबिले ण महुरे ण कक्खडे ण मउए ण गुरुए ण लहुए ण सीए ण उण्हे ण णिण्हे ण लुक्खे ण काऊ ण रूहे ण संगे ण इत्थी ण पुरिसे ण अनहा, परिणे सण्ण। उवमा ण विज्झति, अरूवी सत्ता, अपयस्स पयं नत्थि से ण सद्दे ण रूवे ण गंधे પાસે ||'' રૂતિ બાવરવતમૂ |
(3.પૂ.3.હૂં .મૂ. ૭૦ 99) અર્થ : તે આત્મા (સંસ્થાનથી) દીર્ઘ નથી, સ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી, મંડલાકાર નથી. (વર્ણથી) કાળો નથી, નીલો નથી, લાલ નથી, પીળો નથી, સફેદ નથી. (ગંધથી) સુગંધવાળો નથી, દુર્ગધવાળો નથી. (રસથી) તીખો નથી, કડવો નથી, તુરો નથી, ખાટો નથી, મધુર નથી. (સ્પર્શથી) કર્કશ નથી, વજનદાર નથી, મૃદુ નથી, હલકો નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ(ચીકણ) નથી, રૂક્ષ(લુખ્ખો) નથી. (અવસ્થાથી) કાયાવાળો નથી, પુનરુત્પત્તિવાળો નથી, સંગ(આસક્તિ)વાળો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, અન્યથા(નપુંસક) નથી.
તે (આત્મા) તો સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા છે. (તેને માટે કોઈ) ઉપમા વિદ્યમાન નથી, (કેમ કે, તેની) સત્તા(અસ્તિત્વ) અરૂપી છે. શબ્દાતીત (એવા તેના માટે કોઈ શબ્દ નથી) છે.
ત(આત્મા) શબ્દાત્મક નથી, રૂપાત્મક નથી, ગંધાત્મક નથી, સ્પર્ધાત્મક નથી.
તથા શુદ્ધ સ્વસત્તા-સ્વરૂપી, અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય, અનંત સ્વરૂપ-કર્તા, સ્વરૂપ-ભોક્તા, સ્વરૂપ-પરિણામી, અસંખ્ય-પ્રદેશી, પ્રતિ-પ્રદેશે અનંત પર્યાયી, નિત્યાનિત્યાદિ અનંત સ્વભાવી, સ્વકીય કારક-ચક્ર પરિણામરૂપ માહારો સ્વભાવ, તે સદા નિરંતર મને સાંભરો. ભાસનમાં રહો. વાસના-પ્રતીત, ભાસન-જ્ઞાન, ચરણ-તેમાંહે રમણ, ધ્યાન-તેહ જ સ્વભાવમાં તન્મયતા ધરો, એ મનોરથ સદા માહરો છે. સાધકભાર્વે સાધક રીતેં, સિદ્ધાવસ્થાર્થે સિદ્ધ રીતે સદા રહેજો એ અભિલાષ છે.
| ત પશ્ચમથાર્થઃ || ૬ ||
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
૨૦૧