________________
નવમા સ્તવનનો સાર.... આ સ્તવનમાં આત્મા અને પરમાત્માની વચ્ચે રહેલા અંતરને તોડવાનો સચોટ ઉપાય બતાવવામાં આવ્યો છે. અરિહંત પરમાત્માનો સાક્ષાત્ દર્શનથી કે તેમની પ્રશાંત મૂર્તિનાં દર્શનથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે.
સૂક્ષ્મ નિગોદથી માંડી સર્વ જીવ-યોનિમાં ભ્રમણ કરતાં કરતાં આજે પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયેલા આ માનવભવમાં મહાન સદ્ભાગ્યે પરમાત્મ-દર્શન થતાં આત્મ-સ્વભાવની ઓળખાણ થઈ, જેથી સાધકનું હૈયું હર્ષથી પુલકિત બની જાય છે.
તેમજ, ‘વિષય-કષાયની પ્રવૃત્તિ એ જ મારા આત્મ-વિકાસને અવરોધનારી છે”—એવો નિશ્ચય થતાં, સાધક અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરી આત્મ-સાધનામાં સહાયક સમ્યગૂ રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બને છે.
અરિહંત પરમાત્માની સહજ સુખમય પૂર્ણ શુદ્ધ સ્વભાવ-દશાનું સાધકને જેમ જેમ વિશેષ વિશેષ જ્ઞાન થાય છે, તેમ તેમ તે સાધકની આત્મ-શક્તિઓ પરાનુયાયીપણું છોડીને આત્મ-સ્વભાવની સન્મુખ થાય છે. | મિથ્યાત્વની અર્થાત અવિદ્યાની ગાઢ મૂર્છા થતાં, જ્યારે આત્મા પોતાના નિર્મળ, અખંડ અને અલિપ્ત સ્વભાવને ઓળખીને નિર્મળનિયલ-ધ્યાન દ્વારા તે આત્મ-સ્વભાવમાં જ રમણતા કરે છે ત્યારે તે ક્રમે ક્રમે સમતા-રસમયી પરમ શાંત-રસમય (પ્રભુ મુદ્રા જેવી) મુદ્રાને પ્રાપ્ત કરે છે અર્થાત્ આત્મા પરમાત્મ-પદને પામે છે.
આ જ પ્રક્રિયાને અનુભવ-યોગી શ્રી આનંદઘનજી મહારાજા શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં આત્માર્પણની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. ‘બહિરાતમ તજી અંતર આત્મા, રૂપ થઈ થિરભાવ સુજ્ઞાની... ! પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુશાની... ! ! આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ સુજ્ઞાની... ! પરમ પદારથ સંપદ સંપજે, ‘આનંદઘન’ રસ પોષ સુજ્ઞાની... ! !' ' આ રીતે, અરિહંત પરમાત્માના આલંબનથી જ આત્મામાં તત્ત્વ-રુચિ, તત્ત્વ-જ્ઞાન અને તત્ત્વ-રમણતા પ્રગટે છે, તે સિવાય નહિ.
એમ જાણીને સર્વ મુમુક્ષુ આત્માઓએ અરિહંત પરમાત્માનાં સ્મરણ, વંદન, પૂજન, સ્તવન, આજ્ઞા-પાલન અને ધ્યાનાદિમાં પ્રયત્નશીલ બનવું આવશ્યક છે.
તત્ત્વ-જ્ઞાનગર્ભિત, ભક્તિ-રસ સભર આવાં સ્તવનોનું એકાગ્ર-ચિત્તે જેમ જેમ વધુ રટણ અને ગાન થાય છે, તેમ તેમ સાધકને અપૂર્વ ભાવોલ્લાસ જાગતો રહે છે અને અભુત આનંદની અનુભૂતિ થતી રહે છે, તેથી ધ્યાનમાં નિશ્ચલતા સહજ બને છે.
નૌર્વ સ્તવન સર... इस स्तवन में आत्मा और परमात्मा के बीच रहे हुए अन्तर को तोड़ने का सचोट उपाय बताया गया है ।
अरिहन्त परमात्मा के साक्षात् दर्शन से या उनकी प्रशान्त मूर्ति के दर्शन से आत्मा के शुद्ध स्वरूप का भान होता है। सूक्ष्म निगोद से लेकर सर्व जीवयोनि में भ्रमण करते-करते आज परम पुण्योदय से प्राप्त हुए मानव भव में महान् सद्भाग्य से परमात्म-दर्शन होने से आत्मस्वभाव की पहचान हुई जिससे साधक का हृदय पुलकित बन जाता है। विषय-कषाय की प्रवृत्ति ही मेरे आत्मविकास को अवरुद्ध करने वाली है' ऐसा निश्चय होने पर साधक अशुभ प्रवृत्ति को त्याग कर आत्मसाधना में सहायक सम्यग् रत्नत्रयी की आराधना में तत्पर बन जाता है ।
अरिहन्त परमात्मा की सहज सुखमय पूर्ण शुद्ध स्वभावदशा का जैसे-जैसे साधक को विशेष-विशेष ज्ञान होता है वैसे वैसे उस साधक की आत्मशक्तियाँ परानुयायित्व छोड़कर आत्मस्वभाव के अभिमुख बनती हैं ।
मिथ्यात्व (अविद्या) की गाढ मूर्छा दूर होने पर जब आत्मा अपने निर्मल, अखण्ड और अलिप्त स्वभाव को पहचान कर, निर्मल निश्चल ध्यान द्वारा उस स्वभाव में ही रमणता करता है तब वह क्रमशः समतारसमयी परम शान्तरसमय (प्रभुमुद्रा जैसी) मुद्रा को प्राप्त करता है अर्थात् आत्मा परमात्म-पद को प्राप्त करता है । इसी प्रक्रिया का उल्लेख अनुभवयोगी श्री आनन्दघनजी महाराजश्री ने सुमतिनाथ भगवान के स्तवन में आत्मार्पण की प्रक्रिया के रूप में क्रिया है -
"बहिरातम तजी अंतर आत्मा, रूप थई थिरभाव सुज्ञानी । परमातमर्नु हो आतम भावq आतम अरपणदाव सुज्ञानी ।।
आतम अरपण वस्तु विचारतां, भरम टले मतिदोष सुज्ञानी । परम पदारथ संपद संपजे, आनन्दघन रस पोष सुज्ञानी ।।"
इस प्रकार अरिहन्त परमात्मा के आलम्बन से ही आत्मा में तत्त्वरुचि, तत्त्वज्ञान और तत्त्वरमणता प्रकट होती है, इसके सिवाय नहीं। ऐसा जानकर सर्व मुमुक्षु आत्माओं को अरिहन्त परमात्मा के स्मरण, वन्दन, पूजन, स्तवन, आज्ञापालन और ध्यानादि में प्रयत्नशील बनना चाहिए ।
तत्त्वज्ञान-गर्भित भक्तिरस से परिपूर्ण ऐसे स्तवनों का एकाग्रचित्त से जैसे जैसे विशेष स्टन और गान होता है, वैसे वैसे साधक में अपूर्व भावोल्नास जागृत होता जाता है और अद्भुत आनन्द की अनुभूति होती रहती है जिससे ध्यान में निश्चलता सहज बनती है ।
Jain Education International
www jainelibrary.org
For Personal & Private Use Only
૨૦૪