________________
ઇના િવિવું, ૪જીક પુરશાહ ાિઇ ते निज सन्मुख भाव,
प्रभुनो अंन्द्रत योग, सरूपतणी रसा,होलालास." भासेवासे तास, जासगुण तुज जिसा,होलालाजा.
अर्थ : दानादिक क्षायोपशमिक धर्म(गुण) पराधीन होकर अनादि से पुदगल-अनुयायी बनकर प्रवृत्ति करते थे, वे आपकी प्रभुतावीतरागदशा का आलम्बन पाकर आत्मसन्मुख होते हैं अर्थात निमित्तालंबी बने हुए दानादिगुण स्वरूपावलंबी बनते हैं ।
सचमुच ! अरिहन्त परमात्मा के योग की अर्थात् सम्पूर्ण रत्नत्रयी के स्वरूप की रसा-भूमिका अद्भुत है । उसकी यथार्थ पहचान और प्रतीति उसे ही हो सकती है जिसमें प्रभु के समान गुण प्रकट हुए हैं अर्थात् सर्वज्ञ आत्मा ही प्रभु के सर्व गुणों को जान सकती है और सर्वज्ञता प्राप्ति का क्रम बता सकती है ।
અર્થ : દાનાદિક (ક્ષાર્થાપશમિક ધર્મો-ગુણો) પરાધીનપણે અનાદિથી પુદ્ગલ-અનુયાયી બની પ્રવૃત્તિ કરતા હતા, તે આપની પ્રભુતા-વીતરાગ દશાનું આલંબન પામી આત્મ-સન્મુખ થાય છે એટલે કે, નિમિત્તાલંબી થયેલા દાનાદિ ગુણ સ્વરૂપાલંબી બને છે.
ખરેખર ! અરિહંત પરમાત્માના યોગની એટલે સંપૂર્ણ રત્નત્રયીના સ્વરૂપની રસા-ભૂમિકા અદ્ભુત છે. તેની યથાર્થ ઓળખાણ અને પ્રતીતિ તેને જ થઈ શકે છે કે, જેનામાં પ્રભુના જેવા ગુણો પ્રગટ્યા છે અર્થાત્ સર્વજ્ઞ આત્મા જ પ્રભુના સર્વ ગુણોને જાણી શકે છે અને સર્વજ્ઞતાની પ્રાપ્તિનો ક્રમ બતાવી શકે છે.
સ્વો. બાલાવબોધઃ દાનાદિક આત્મ-ધર્મ જે ક્ષયોપશમી છે તે સર્વ પરાનુયાયી-પુદ્ગલાનુયાયી છે. તે અનાદિના પરવશ થઈ રહ્યા છે, તે સર્વ હે પ્રભુ ! તાહરી શુદ્ધ વીતરાગ દશા લહી કેતાં પામીને, તે ક્ષયોપશમી ભાવ સર્વ આત્મ-સત્તાનો સન્મુખપણ ગ્રહે, આત્માવલંબની થાય એટલે અરિહંતાવલંબની થયા પછી એહી જ સર્વ ગુણ સ્વ-સ્વરૂપાલંબની થાય-ગુણાવલંબની થાય.
અને હે પ્રભુજી ! તાહરી યોગ કેતાં રત્નત્રયીના સ્વરૂપની, રસા કેતાં ભૂમિકા, તે અદ્ભુત છે. નિર્વિકાર, નિઃસહાય, નિઃપ્રયત્ન, નિર્મલ, નિરંતર, સકલાવબોધક, જાણપણું તે જ્ઞાન અને યથાર્થ, સર્વ સાપેક્ષ, અદૂષિતપણે, સકલ પદાર્થને નિર્ધાર કરતો તે દર્શન તથા નીરાગ, નિશ્ચલ, નિરામય, તત્ત્વકત્વરૂપ થિરતા પરિણામ તે ચારિત્ર ધર્મ.
એ રત્નત્રયી, તે અનંત સ્વભાવ, અનંત પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રુવ, ભેદભેદ, અસ્તિ-નાસ્તિરૂપ સ્વરૂપને લીધે વર્તે છે.
એહવી રત્નત્રયી હે પરમેશ્વર ! તાહારે વિષે પરિણમી છે. તેહની પ્રતીત તે વાસના તથા ઓલખાણ તે ભાસન, તે તેહને થાય, જેહને તુજ કેતાં તમારા જેવા ગુણો પ્રગટ્યા હોય. એટલે હે નાથ ! હે સર્વજ્ઞ ! હે નૈલોક્ય દીપક ! તાહરી રત્નત્રયી તે તુઝ સમાન ગુણી હોય, તેહના જ ભાસનમાં આવે.
| તિ તૃતીયા/યાર્થઃ || 3 ||
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
- ૧૯૫