________________
(ચી સૂર્ય ઝાલા ,શહૃઇઝ.[
निजसतायें शुद्ध, દિને 71, 610.10 पर परिणति अदृष; पणे उवखता,होकालाय. મોતથા વિનક્તિ, માંટવુતારા/હાઇકોશી
अर्थ : हे प्रभु ! आप ज्ञातृत्व-शक्ति से सर्व जगत् के यथार्थ स्वरूप को जानते हैं परन्तु वीतराग होने से राग-द्वेष नहीं करते । सब जीवादि द्रव्य-पदार्थ स्वयं की सत्ता की अपेक्षासे शुद्ध-नि:संग हैं । (क्योंकि किसी भी जीव या पुद्गल का मूल स्वरूप परस्पर मिलकर अशुद्ध नहीं होता ।) इस प्रकार आप सत्ता-धर्म से सब को शुद्ध-रूप में देखते हैं अतः संसारी जीव में रही हुई पर-परिणति (राग-द्वेषादि भाव अशुद्धि) की अद्वेषभाव से उपेक्षा करते हैं । साथ ही आप आत्मा की अनन्त गुणपर्यायरूप शक्ति को भोग्य जानकर उसका ही भोग करते हैं ।
અર્થ : હે પ્રભુ ! આપ જ્ઞાતૃત્વ-શક્તિથી સર્વ જગતના યથાર્થ સ્વરૂપને જાણો છો પણ વીતરાગ હોવાથી રાગ-દ્વેષ કરતા નથી.
તથા, સર્વ જીવાદિ દ્રવ્યો-પદાર્થો જે પોતાની સત્તાએ શુદ્ધ નિઃસંગ છે(કેમ કે, કોઈ પણ જીવ કે પુદ્ગલનું મૂળ સ્વરૂપ પરસ્પર મળી જઈને અશુદ્ધ થતું નથી), તેમને આપ સત્તાધર્મે સહુને શુદ્ધ રૂપે જુઓ છો એથી સંસારી જીવમાં રહેલી પર-પરિણતિ(રાગ-દ્વેષાદિ ભાવ-અશુદ્ધિ)ની અદ્વેષપણે ઉપેક્ષા કરો છો.
તેમ જ આપ આત્માની અનંત ગુણ-પર્યાયરૂપ શક્તિને ભાગ્યરૂપે ગણી તેને જ ભોગવો છો.
સ્વો. બાલાવબોધઃ વલી, હે પ્રભુજી ! તુમેં જગત્ ષ-દ્રવ્યાત્મક, તેને કેવલજ્ઞાન તથા કેવલદર્શનેં કરી દેખો છો પણ જાણંગ રીતે એટલે રાગદ્વેષરહિત જે એક આત્માનો જાણંગ ગુણ છે, તેથી સર્વ ભાવ જાણો છો પરંતુ તેમાં શુભ-પરિણામી વસ્તુના ગ્રાહક નથી અને અશુભ-પરિણામી વસ્તુના દ્વેષી નથી. યથાર્થ રીતેં જગતના જાણ છો. કર્તાપણું, ભોક્તાપણું, ગ્રાહકપણું, સ્વામિપણું એટલાં વાનાં ટાલીને અહ-બુદ્ધિ રહિત સર્વ ભાવના જાણંગ છો. વલી, હે પ્રભુજી ! તુમેં કેહવા છો ? જે સર્વ દ્રવ્યને પોતાના સત્તા-ધર્મ શુદ્ધ-નિર્દોષ-નિઃસંગ લેખો છો.
એટલે પંચાસ્તિકાયમાં ત્રણ અસ્તિકાય તો પર-સંગ વિનાના છે અને પુદ્ગલનું સંયોગીપણું તે ભેદ-સંશાતધર્મ છે પણ કર્તાપણે નથી. જાતેં સ્વસત્તાને લોપતો નથી અને જીવને યદ્યપિ અનાદિ વિભાવ છે પરંતુ સત્તારૂપે મૂલ-ધર્મ જ છે.
તે પ્રભુજી ! તમેં જીવપણું મૂલસત્તાર્યું જ લખવો છો, તેમાં પર-પરિણતિ, ભાવ-અશુદ્ધતા, જ્ઞાનવરણાદિ કર્મ, કામ-ક્રોધાદિક સર્વને અદ્વેષપણે આત્મ-ધર્મથી ભિન્ન માટે ઉવેખો છો તેનો આદર કરતા નથી.
રાગ-દ્વેષે જે તજે તેને ત્યાગ ન કહિયેં, સમતા માટે ત્યાગ વર્ણવ્યો છે. કેમ કે, સમતા સામાયિક છે, દ્વેષીપણું તો પર-પરિણતિ છે.
વલી, હે પ્રભુ ! તુમેં ભોગપણે પોતાનો ભોગ ભોગવો છો. નિજ શક્તિ જે અનંત ગુણ-પર્યાયરૂપ, પરમચૈતન્યરૂપ, પરમાનંદરૂપ, સહજ સુખરૂપ એવી જે અનંતી તત્ત્વ-વિલાસતા, તેને ભોગ્યપણે ગણો છો. સ્વ-ધર્મને જ ભોગ્ય જાણો છો. માટે, હે સુવિધિ પરમેશ્વર ! તમેં પરમાત્મતારૂપ પરમ ધર્મના ભોગી છો જી.
|| ત દ્વિતીયTયાર્થઃ || |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
- ૧૯૪