________________
આઠમા સ્તવનનો સાર....
શ્રી અરિહંત પરમાત્માની સેવા એ માત્ર-પ્રાપ્તિનો પ્રધાન હેતુ છે. આ વાતને શાસ્ત્રીય પદ્ધતિએ, નય-વાદની અપેક્ષાએ સ્વ-પર રીતે, સ્તવનકાર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ સમજાવે છે. નૈગમાદિ સાતે નર્યા વસ્તુના ઉત્તરોત્તર વિશુદ્ધ સ્વરૂપને જણાવનારા છે.
શ્રી અરિહંત-સેવા અને તેનાથી પ્રગટ થતી આત્મ-વિશુદ્ધિ દ્વારા અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાધક અરિહંતના ધ્યાનમાં જેટલો વધુ મગ્ન બને છે તેટલી તેની આત્મ-વિશુદ્ધિ વૃદ્ધિ પામતી જાય છે. શ્રી અરિહંતનું દર્શન-વંદન-પૂજન-જાવન એ ભાવ-સેવાનું કારણ છે માટે તેને ‘દ્રવ્ય-સેવા’ કહેવાય છે.
શ્રી અરિહંત સાથે તન્મય બનવાની ઈચ્છાપૂર્વક કરાતી -પૂજા એ આત્માના વીર્યને-આત્મશક્તિને ઉલસિત કરે છે અને તેથી શ્રી અરિહંતના ધ્યાનમાં તલ્લીનતા પ્રાપ્ત થતાં અપૂર્વ આત્મ-શુદ્ધિ થાય છે. શ્રી અરિહંત પ્રભુના ધ્યાનાદિથી પ્રગટતી આત્મ-શુદ્ધિનું વર્ણન જૈન શાસ્ત્રોમાં ૧૪ ગુણસ્થાનક, ૮ યોગષ્ટિ, ૫ અધ્યાત્મ વગેરે યોગ આદિની અપેક્ષાએ વિવિધ રીતે કરવામાં આવેલ છે.
પ્રસ્તુતમાં 'અપવાદ ભાવ સેવા’ અને ‘ઉત્સર્ગ ભાવ-સેવા'નું વર્ણન સાત નયની અપેાએ ‘બૃધ્ધભાષ્ય' ના આધારે કરવામાં આવ્યું છે અને તે આત્માની ઉત્તરોત્તર પ્રકર્ષ પામતી વિશુદ્ધિને બતાવે છે. જેમકે -
‘નૈગમ-નયે’ અપવાદ ભાવ-સેવાનો પ્રારંભ અપુનર્બંધક (માર્ગાનુસારી)અવસ્થાથી થઈ જાય છે. ત્યાર બાદ સાધકની આત્મ-વિશુદ્ધિ મિત્રા, તારા, બલા અને દીપા દ્રષ્ટિના ક્રમે ક્રમશઃ વિકસિત બનતી જાય છે. મંદ-મિથ્યાત્વ દશામાં પણ ઉપચારથી ‘ઈચ્છા-યોગ' અને ‘અધ્યાત્મ-યોગ’ હોઈ શકે છે કારણ કે ત્યાં પણ પરમાત્મ-ગુણોનું સ્મરણ-ચિંતન આદિ હોય છે.
‘સંગ્રહ-નયે’ અપવાદ ભાવ-સેવાનો પ્રારંભ ‘દીપ્રા-દૃષ્ટિ'થી થવા સંભવ છે. પછી અનુક્રમે વિશુદ્ધિ વધતાં ‘સમ્યગ્દર્શન’ અને ‘દેશવિરતિ’ની પ્રાપ્તિ થાય છે. આ ભૂમિકામાં ‘જ્ઞાયિક-સમ્યકત્વ’ હોય તો ‘સ્થિરા-દૃષ્ટિ’ પણ હોઈ શકે છે. અહીં પરમાત્માની શુદ્ધ સ્વભાવ દશાના સ્મરણ, ચિંતન અને ધ્યાન સાથે સાધક પોતાની આત્મ-સત્તાને પ્રભુની શુદ્ધ-સત્તા સાથે સરખાવે છે- મારો આત્મા પણ સત્તાએ સિદ્ધ સમાન છે. એવા ચિંતન દ્વારા પોતાના અંતરાત્માને પરમાત્મ-ભાવનાથી ભાવિત બનાવે છે.
વ્યવહાર નર્યુ અપવાદ ભાવ-સેવા સર્વ સાવધ યોગના ત્યાગી એવા શુદ્ધ-સંયમના ધારક મુનિને હોય છે. તેઓ પોતાના શ્રદ્ધા-જ્ઞાનાદિ ગુણોને આદર અને બહુમાનપૂર્વક પરમાત્માના ગુણોના ચિંતન મનન અને ધ્યાનમાં તન્મય બનાવે છે. આ રીતે ઋજુસૂત્ર આદિ નયોની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવાનું સ્વરૂપ પણ ગાથાર્થથી સમજી શકાય તેવું છે અર્થાત્ સાધક ઉત્તરોત્તર ધર્મ-ધ્યાન અને શુક્લ-ધ્યાનમાં પ્રગતિ કરતો નિર્વિકલ્પ-દશાને પામે છે.
‘નગમ-નય' ઉત્સર્ગ ભાવ-સેવા શ્રી અરિહંત પરમાત્માના ગુર્ગાના ચિંતન-મનનથી જ્યારે શાયિક સમ્યકૃત્વ પ્રગટે છે ત્યારે હોય છે, કારણ કે આત્માની અનંત ગુણ-પર્યાયમયી પ્રભુતાનો જે એક અંશ પ્રગટ્યો છે તે પણ અનંત ગુણોને પ્રગટાવવાનું સાધન છે માટે તેને પણ સેવા કહેવાય છે. તન્મયતા થવી-એ જ સેવા શબ્દનો અર્થ છે.
'સંગ્રહ-નય' ઉત્સર્ગ ભાવ સેવા ભાવ-મુનિને હોય છે. તેઓ જ્યારે અપ્રમત્ત-દશાને પામી આત્મ-સત્તામાં રમણતા કરે છે એટલે કે સ્વ-સત્તામાં તન્મયતા સાધે છે ત્યારે તેમને હોય છે.
‘વ્યવહાર-નર્થ' ઉત્સર્ગ ભાવ-સેવા અપ્રમત્ત મુનિ અપૂર્વકરણાદિ ભાવોને પામે છે તે વખતે હોય છે. પછીનાં ગુણસ્થાનકોમાં પની આત્મ-વિશુદ્ધિના ક્રમને આ રીતે ઘટાવી શકાય છે
ક્રમ
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
ક્રમ
૧.
૨.
3.
૪.
૫.
નય
નેમ-ય
સંગ્રહ-ય
વ્યવવહાર-નય
માસૂત્ર-નય
શબ્દ-નય
સરૂઢ-નય
એવંભૂત-નય
નય
નેગામ ય
સંગ્રહ-નય
વ્યવહાર-નય
સૂત્ર નય
શબ્દ-નય
Jain Education International
(૧) નય (૨) દ્રષ્ટિ અને (૩) ગુણસ્થાનકની અપેક્ષાએ બન્ને પ્રકારની સેવા
અપવાદ ભાવ-સેવા
પ્રભુ ગુણનો સંકલ્પ...
પ્રભુસત્તા સાથે તુલ્યા...
પ્રભુ ગુણમાં રમાતા...
ધર્મધ્યાનરૂપ આત્મ-સ્વભાવમાં નિશ્ચલતા...
શુક્લ-ધ્યાનના પ્રથમ પાયાનું ચિંતન... શુક્લ ધ્યાનના પ્રથમ પાયાના અંતે..
શુધ્યાનનો બીજો પાર્યા (નિર્વિકલ્પ-દશા) પામે ત્યારે...
ઉત્સર્ગ ભાવ સેવા
ક્ષાયિક-સમ્યક્ત્વ...
આત્મ-સત્તામાં રમણ...
અપ્રમત્ત-દશામાં અપૂર્વ ગુણ પ્રાપ્તિ... કાપ-શ્રેણિ-ગત આત્મા...
ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર...
For Personal & Private Use Only
૧૮૭
દરિ
૧ીઝ
૫
૬
૭
८
८
८
િ
૫-૬
જી ૪ ૪ ૪
ગુજારવાન સમ્યક્ત્વ-અભિમુખતા
૪-૫
૫-૬
૭
૮-૯
૧૦
૧૨
ગુણસ્થાનક ૪-૫
6-5
८
૯-૧૦
૧૨
www.jainlibrary.org