________________
परम गुणी सेवन तन्मयता, निश्चयध्याने ध्यावे जी। शुद्धातम अनुभव आस्वादि, 'देवचंद्र पद पाव जी॥
श्री चंद्रप्रभ.॥११॥
अर्थ : परम गुणी श्री अरिहन्त परमात्मा की सेवामें तन्मय बनकर जो साधक आत्मा आत्म-स्वरूप का स्थिरतापूर्वक ध्यान करता है वह पूर्ण शुद्ध आत्मा के अनुभव का आस्वादन करके चंद्र समान निर्मल ऐसे अरिहन्त पद को प्राप्त करता है ।
અર્થ : પરમ ગુણી શ્રી અરિહંત પરમાત્માની સેવામાં તન્મય બનીને જે સાધક આત્મા આત્મ-સ્વરૂપનું સ્થિરતાપૂર્વક ધ્યાન કરે છે તે પૂર્ણ શુદ્ધ આત્માના અનુભવનું આસ્વાદન કરીને દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ એવા અરિહંત-પદને પ્રાપ્ત કરે છે.
સ્વ. બાલાવબોધ : એ રીતેં પરમ કેતાં ઉત્કૃષ્ટ ગુણી જૈ શ્રી અરિહંત શુદ્ધ દેવ તેહની સેવા અતિ દુર્લભ છે.
તે પામીને-તેહ માંહે તન્મય થઈને જે જીવ નિશ્ચય કેતાં નિર્ધારે અથવા નિશ્ચય કેતાં પોતાને સ્વરૂપ-ધ્યાને એકત્તારૂપે જે ધ્યાવે. તે જીવ શુદ્ધ નિષ્કલંક જે આત્મા ચિદાનંદ-ઘન તેહનો જે અનુભવ કેતાં યથાર્થ જ્ઞાન વેદ્ય-સંવેદ્ય-પદ સહિત, તેહને આસ્વાદિને દેવ જે નિગ્રંથ અથવા ભવનપતિ પ્રમુખ ચાર નિકાયના, તેહમાં ચંદ્રમા સમાન, ભાવ-ઉદ્યોત, સમતા-શીતલતાનાં કારણ જે અરિહંત તે રૂપ પદ-સ્થાનક, તે પ્રત્યે પામે.
એટલે અહો ભવ્ય જીવો ! જો તમેં પોતાના આત્મ-સુખના ઇરછુક થયા છો અને શુદ્ધાનંદને વિલસો - એવી અભિલાષા તમને છે તો શ્રી ચંદ્રપ્રભ સ્વામી, શુદ્ધ દેવ, અશરણના શરણ, જગદાધાર, જગત જીવના પરોપકારી, મોહ-તિમિરનો ધ્વંસ કરવાને ભાવ-સૂર્ય જેહવા, કર્મ રોગના પરમ વૈદ્ય, મહામાહણ, મહાગોપ, મહાનિર્ધામક, મહાસાર્થવાહ, સમ્યક્રદૃષ્ટિ જીવના જીવન-પ્રાણ, દેશવિરતિને તો મહામંત્રની પ જપવા યોગ્ય, સાધુ-નિગ્રંથ જેહની આજ્ઞાર્યે ચાલે છે, ઉપાધ્યાયના હૃદયરૂપ સરોવરના હંસ, આચાર્યજીના નાથ, ગણધરના સાક્ષાત્ મોક્ષહેતુ અને સ્યાદ્વાદ-ધર્મના ઉપદેશક એહવા શ્રી અરિહંત દેવ તેની સેવા કરો ! એહ જ આધાર છે. એ શ્રી ચંદ્રપ્રભપ્રભુની સેવા જિહાં સુધી તમારી સંપૂર્ણ સિદ્ધતા ન થાય તિહાં સુધી અખંડ રહેજો ! એહી જ સાર છે.
| | તિ વિશTTથાર્થઃ || ૧૦ || || ત ૩૫ શ્રી રન્નમગિન સ્તવનમ્ | ૮ ||
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૧૮૬