________________
अव्याबाध रूचि धई,
થાવાથી,કિનાડી! વાંદ્રપઢતે રે, પરમાનંમાથી,ગિની | શ્રીમુવર્ણ.cો
अर्थ : अव्याबाधसुख के स्वामी परमात्मा को देखकर साधक भी स्वसत्ता में रहे हुए वैसे अव्याबाधसुख को प्रकट करने हेतु उत्सुक बनता है । तब वह सद्गुरु की शरण में जाकर, संयम को स्वीकारकर अव्याबाधसुख को प्रकट करने की साधना करता है और क्रमशः परमानन्द की समाधि को प्राप्त करता है । अर्थात् साधक स्वयं भी देवों में चन्द्र समान अरिहन्त एवं सिद्धपद को प्राप्त करता है ।
અર્થ : અવ્યાબાધ સુખના સ્વામી પરમાત્માને જોઈને સાધક પણ સ્વ-સત્તામાં રહેલા તેવા અવ્યાબાધ સુખને પ્રગટ કરવા ઉત્સુક બને છે. ત્યારે તે સદ્ગુરુના શરણે જઈ સંયમનો સ્વીકાર કરી અવ્યાબાધ સુખને પ્રગટ કરવાની સાધના કરે છે અને અનુક્રમે પરમાનંદની સમાધિને પામે છે અર્થાત્ સાધક પોતે પણ દેવોમાં ચન્દ્ર સમાન અરિહંત અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે.
સ્વ. બાલાવબોધ : એહવું પરમાનંદરૂપ અવ્યાબાધ સુખ શ્રી પરમાત્મા પ્રભુને વિષે છે. તે મેં નિર્ધાર કર્યો તેવારેં જાણ્યું કે, જેવું અવ્યાબાધ સુખ શ્રી સુપાર્શ્વ પ્રભુને વિષે છે, એહવું જ સુખ માહારે વિષે પણ છે. એહવું જાણપણું પ્રગયું. તેથી ભવ્ય જીવને ઉપયોગ આવ્યો જે-હું પણ જ્ઞાનાદિ અનંત-ગુણી છું. હવે માહાર શુદ્ધાનંદ-ભોગ કેવારેં પ્રગટે ? - એહવા ઉપયોગે જે જીવ જ્યષ્ઠ મહિનામાં જેમ પપીહો તૃષાતુર મેઘનો રુચિ થઈને વરસાદને અભિલાષે વરતે, તેની પર્વે જે ઉત્તમ જીવા અવ્યાબાધ સુખનો રુચિ-અભિલાષી થઈને પુદ્ગલસંયોગજન્ય જે સુખ તે તો વિષ-ભક્ષણ સમાન આત્મ-સ્વરૂપનું ઘાતક જાણીને તેથી ઉભગ્યો થકો એક આત્માનંદ કેવારે પ્રગટે ? કિમ પ્રગટે ? એવો થકો વર્તે. પછી તેહના સાધક જે મુનિરાજ, તેનાં ચરણ સેવતાં ઉદાસીન થઈને સાધે કહેતાં નિપજાવે, આત્મિક અવ્યાબાધ સુખ પ્રત્યે એટલે ઉત્તમ જીવ સ્યાદ્વાદ-આગમ શ્રવણ કરી પાંચ આશ્રવથી વિરમી શુદ્ધ સંયમી થઈ દેહનિઃસ્પૃહી થકો મોક્ષને સાધે.
उक्तं च - "पंचासवविरत्ता, विषयविजुत्ता समाहिसंपत्ता । रागदोषविमुत्ता, मुणिणो साहति परमटुं ।। १ ।।
आउसु खीणमाणेसु, पाणवियोगे वि जे समाहिपया । सावयदड्ढगयावि हु, मुणिणो साहंति परमटुं ।। २ ।।"
અર્થ : પાંચ આશ્રવોથી વિરક્ત, વિષયથી વિયુક્ત, સમાધિપ્રાપ્ત અને રાગ-દ્વેષથી વિમુક્ત એવા મુનિઓ પરમાર્થને સાધે છે. આયુષ્ય ક્ષીણ થતાં, પ્રાણોના વિયોગમાં પણ જેઓ સમાધિ પદવાળા છે એવા, હિંસક પશુઓની દાઢામાં સપડાયેલા મુનિઓ પણ પરમાર્થને સાધે છે.
એહવા મુનિરાજ ત્રિકાલ વિષયના અવાંછિક તત્ત્વ-ગવેષી, તસ્વ-રસિયા, તત્ત્વાનંદરુચિ, પોતાનું તત્ત્વ અનાદિનું કર્મસંગે દબાણું તે પ્રગટ કરવા માટે સકલ પુદ્ગલ-ભાવથી વિરક્ત થઈને જે આત્મા નિપજાવે છે તે જીવ નિમિત્તાવલંબની થઈ સ્વરૂપાવલંબન કરતાં સ્વરૂપ મળે એકત્વ પામીને ક્ષપકશ્રેણિ આરોહણ કરી ઘનઘાતિ કર્મ ખપાવીને સયોગી કેવલી થઈ પછી શેલેશીકરણ કરી નિઃકર્મા થઈને દેવ જે ધર્મદેવ મુનિરાજ, તેમાંહે ચંદ્રમા સમાન એહવું અરિહંત પદ, તેને તે જીવ પામે જેમાં પરમાનંદની સમાધિ છે.
અને, સકર્મારૂપ અવસ્થા તે મહા વ્યાધિ છે. માટે, નિરાવરણ, નિઃકર્માવસ્થા તે પરમ સમાધિરૂપ છે તે અવસ્થા શ્રી સુપાર્શ્વ પરમાત્માને અવલંબતાં જીવ પામે. માટે, શ્રી સુપાર્શ્વ પ્રભુની સદા સેવના કરવી, એહી જ આધાર-ત્રાણ-શરણ છે.
| | ત ગરમ થાર્થ: /૮ // ।। इति सप्तम श्री सुपार्श्वजिन स्तवनम् ।। ७ ।।
Jain Education International
For Persona 4 &cate Use Only
www.jainelibrary.org