________________
સાતમા સ્તવનનો સાર....
જગતના સર્વ જીવોને સુખ અને આનંદ બહુ જ પ્રિય છે.
ભવાભિનંદી જીવો નવા-નવા ભૌતિક પદાર્થોના સંયોગમાં જ સુખ-આનંદ માની ભૌતિક પદાર્થો મેળવવા-ભોગવવા માટે અનેકવિધ પ્રયત્નો કરતા હોય છે.
પુદ્ગલજન્ય ભૌતિક સુખ એ દુઃખરૂપ જ છે છતાં અજ્ઞાનવશ જીવ તેમાં સુખની કલ્પના કરે છે.
ભૌતિક સુખ શાતાવેદનીયના ઉદયથી પ્રાપ્ત થાય છે અને તે કર્મનો વિપાક આત્મિક ગુણનો બાધક બને છે, તેથી તેને સાચું સુખ કેમ કહી શકાય ? માટે, શાતા કે અશાતા-બન્ને દુઃખરૂપ જ છે. તે બન્નેના અભાવથી શરીર અને ઈન્દ્રિયોના સંયોગ વિના જે સહજ આત્મિક સુખ છે એ જ સાચું સુખ છે-પરમ સુખ છે.
આત્માના સહજ અવ્યાબાધ સુખને ક્ષાયિક ભાવે-પૂર્ણપણે પ્રાપ્ત કરનારા પરમાત્માના આ સુખની અનંતતાનું તથા બીજા અનંત ગુણોના અનંત આનંદનું સ્વરૂપ આ સ્તવનમાં બતાવવામાં આવ્યું છે.
પરમાત્માના આવા અનુપમ આનંદ અને સુખનું સ્વરૂપ સાંભળીને સાધક પણ તેવા સુખ અને આનંદને પ્રાપ્ત કરવા માટે તેના ઉપાયરૂપ પ્રભુએ બતાવેલી સમ્યક્ રત્નત્રયી (તત્ત્વરુચિ- તત્ત્વબોધ-તત્ત્વરમણતા)ની સાધનામાં તત્પર બને છે. એ સાધના છે
સર્વ પુદ્ગલ-પરભાવથી નિવૃત્ત થવું અર્થાત્ હિંસાદિ પાંચ આસર્વોને તજવા અને શુદ્ધસંયમ-સ્વભાવરમણતાને પ્રાપ્ત કરવી. આ સાધના દ્વારા આત્મા અનુક્રમે અવ્યાબાધ સુખ આદિ અનંત ગુણોના પરમાનંદને પ્રાપ્ત કરે છે.
सातवें स्तवन का सार ...
संसार के जीवों को सुख और आनन्द बहुत ही प्रिय है । भवाभिनन्दी जीव नये-नये भौतिक पदार्थों के संयोग में ही आनन्द मानकर भौतिक पदार्थों को प्राप्त करने और उन्हें भोगने के लिए अनेकविध प्रयत्न करते हैं । पुद्गलजन्य भौतिक सुख दुःखरूप ही है फिर भी अज्ञानता के वश जीव उसमें सुख की कल्पना करता है । भौतिक सुख सातावेदनीय के उदय से प्राप्त होता है और वह कर्मविपाक आत्मिक गुण का बाधक बनता है अतः उसे सच्चा सुख कैसे कहा जा सकता है ?
साता या असाता, दोनों दुःखरूप ही हैं । उन दोनों के अभाव से शरीर और इन्द्रियों के संयोग बिना जो सहज आत्मिक सुख है, वही सच्चा सुख हैं ।
है, परम सुख
आत्मा के सहज अव्याबाधसुख को क्षायिकभाव से पूर्णरूप से प्राप्त करनेवाले परमात्मा के इस सुख की अनन्तता के स्वरूप को तथा दूसरे अनन्त गुणों के अनन्त आनन्द के स्वरूप को इस स्तवन में बताया गया है ।
परमात्मा के ऐसे अनुपम आनन्द और सुख के स्वरूप को सुनकर साधक भी वैसे सुख और आनन्द को प्राप्त करने के लिए उसके उपायरूप प्रभु द्वारा प्रदर्शित सम्यग् रत्नत्रयी (तत्त्वरुचि, तत्त्वबोध, तत्त्वरमणता) की साधना में तत्पर बनता है ।
यह साधना है, सर्व पुद्गल परभाव से निवृत्त होना । अर्थात् हिंसादि पांच आस्रवों को छोडना, शुद्धसंयम-स्वभाव रमणता को प्राप्त करना । शुद्धसंयम की इस साधना द्वारा आत्मा क्रमशः अव्यावाधसुख आदि अनन्त गुणों के परमानन्द को प्राप्त करता है ।
સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ
૭(૧) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
૭(૨) શ્રી સિદ્ધચક્ર યંત્ર... આ યંત્રના ધ્યાનથી જ્ઞાનાનંદ અને ચારિત્રાનંદની પ્રાપ્તિ થાય છે.
૭(૩) અઢીઢીપ...
૭(૪) ૧૪ રાજલોક - (અવ્યાબાધ સુખ અનંત છે. પ્રભુના એક આત્મપ્રદેશમાં જે અવ્યાબાધ સુખ છે તેના એક પર્યાય અવિભાગનું સુખ પણ લોકાલોકમાં સમાતું નથી. લોકાલોકની વિશાળતા ૧૪ રાજલોક વિ. લઘુસંગ્રહણીના ચિત્રોના માધ્યમથી સમજાય છે. જુઓ ગાથા-૬) ૭(૫) નવપદજી ૭(૬) ચંદ્ર-સૂર્યનાં માંડલાં ૭(૭) ચંદ્ર-સૂર્યનાં માંડલાં ૭(૮) ૮ વ્યંતર દેવો
૭(૯) ઉર્ધ્વલોક અને સિદ્ધશિલા - ઉર્ધ્વલોકમાં સાંસારિક સુખની પરાકાષ્ઠા જ્યારે સિદ્ધશિલા ઉપર રહેલા જીવોની આત્મિક સુખની પરાકાષ્ઠા હોય છે. ૭(૧૦) વિદ્યાદેવીઓ
Jain Education International
For PA← & & Private Use Only
www.jainelitrary.org