________________
एमअनंत गुणनो धणी, યુઇ તૌ સાdiદો, વિગતini भोग रमण आस्वादयुत, પ્રકુટુંપચ્યો , ડિતડી/11
શ્રી ગુણાઝ.થી
अर्थ : इस प्रकार हे प्रभो ! आप ज्ञानादि अनन्त गुण के अधिपति हैं और उन सब गुणों का आनन्द भी अलग-अलग है । आप उन सर्व गुणों को भोगते हैं, उनमें ही रमणता करते हैं तथा उन गुणों का आस्वादन भी करते हैं । अत : भोग, रमण, आस्वादरूप अनन्त आनन्द में आप सदा विलास कर रहे हैं । अतः हे प्रभो ! आप ही परमानन्दमय परमात्मा हैं ।
અર્થ : આ રીતે હે પ્રભુ ! આપ જ્ઞાનાદિ અનંત ગુણના અધિપતિ છો અને તે સર્વ ગુણોનો આનંદ પણ જુદો જુદો છે. તેમ જ આપ તે સર્વ ગુણોને ભોગવો છો, તેમાં જ રમણતા કરો છો અને તે ગુણોના આસ્વાદને પણ ચાખો છો. તેથી ભોગ-૨મણ-આસ્વાદરૂપ અનંત આનંદમાં આપ સદા વિલાસ કરી રહ્યા છો માટે હે પ્રભુ ! આપ જ પરમાનંદમય પરમાત્મા છો.
સ્વો. બાલાવબોધ : એમ કહેતાં એ રીતેં, હે પ્રભુજી ! તમેં અનંત ગુણના ધણી છો. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-અવ્યાબાધ-અમૂર્તતાઅગુરુલઘુ-દાન-લાભ-ભોગ-ઉપભોગ-કર્તા-ભોક્તા-પરિણામિકતા-અચલ-અવિનાશી-અનંત-અજ-અનાશ્રયી-અશરીરી-અણાહારી-અયોગીઅલેશી-અવેદી-અકષાયી-અસંખ્યપ્રદેશી-અચલ-અક્રિય-શુદ્ધ સત્તા પ્રાગુભાવરૂપ નિત્ય-અનિત્ય, એક-અનેક, સત્-અસત્, ભેદ-અભેદ, ભવ્યત્વઅભવ્યત્વ, સામાન્ય-વિશેષ ઈત્યાદિ અનંત ગુણ-પર્યાયરૂપ ધર્મના ધણી છો અને તે ગુણ-ગુણનો જુદો જુદો આનંદ છે.
| તિહાં દૃષ્ટાંત કહે છે, જેમ સંસારી જીવને ધનનું સુખ ભિન્ન છે-રૂપનું સુખ ભિન્ન-ભોજનનું સુખ ભિન્ન-દેખવાનું સુખ ભિન્ન-સ્થાનકનું સુખ ભિન્ન છે, તેમ સિદ્ધ આત્માને પણ ગુણ-ગુણનું સુખ ભિન્ન-ભિન્ન છે તેથી અનંતો-અનંત રીતેં આનંદ છે. એટલા સર્વ ગુણનો આનંદ છે.
તે સર્વનો ભોગ પણ છે કેમ કે, ભોગવ્યા વિના આનંદ થતો નથી એટલે અનંતા ગુણના આનંદનો ભોગ અનંતો છે.
તેમજ તે સર્વ ગુણને વિષે અસંતું રમણ પણ છે, તેમ અનંતો આસ્વાદ પણ છે. કેમકે, અનંતા ગુણને આસ્વાદીને ભોગી થયો થકો અનંત આનંદને વિકસે છે તેથી હે પ્રભુ ! તમેં પરમાનંદ છો.
ઈહાં ગુણ-ગુણીનો અભેદ ઉપચાર બોલાવ્યો-જે પરમાનંદમયી તેહી જ પરમાનંદ ! એહવા પરમ દેવ છો.
| ત સતાવાર્થ: || ૭ ||
તે
કે
છે
જ
(૧૦)
Jain Education International
For Penge
www.jainelibrary.org
Private Use Only