________________
દ િ૪)
છઠ્ઠી સ્તવનનો સાર.... આ સ્તવનમાં નિમિત્ત-કારણની યથાર્થતાનું અને પ્રભુ-દર્શનનું મહત્ત્વ બતાવ્યું છે. શ્રી અરિહંત પરમાત્માના દર્શનના નિમિત્તથી જ આત્માની સત્તાગત શક્તિઓનું પ્રગટીકરણ થાય છે, તે સિવાય થઈ શકતું નથી.
પ્રભુનું દર્શન એટલે
સાક્ષાત્ અરિહંતના દર્શનમાં કારણભૂત પ્રભુ-મૂર્તિનું દર્શન ! અથવા, સાક્ષાત્ શ્રી અરિહંત પરમાત્માના દર્શનમાં ઉત્કૃષ્ટ કારણભૂત જિનશાસન ! અથવા, સાક્ષાત આત્મદર્શનમાં ઉપાદાન કારણભૂત સમ્યગ્દર્શન !
નયની અપેક્ષાએ ‘પ્રભુદર્શન'(૧) “નૈગમ-નયની અપેક્ષાએ પ્રભુ-દર્શન એટલે મન, વચન અને કાયાની ચપળતા સાથે માત્ર ચક્ષુથી થતું પ્રભુ-મૂર્તિનું દર્શન. (૨) ‘વ્યવહાર-નય’ની અપેક્ષાએ પ્રભુ-દર્શન એટલે આશાતના ટાળવાપૂર્વક વંદન-નમસ્કાર સહિત પ્રભુ-મુદ્રા જોવી તે (પ્રભુના
શરીરને જોવું તે). (૩) ‘આ જુસૂત્ર-નય’ની અપેક્ષાએ પ્રભુ-દર્શન એટલે યોગોની સ્થિરતા સાથે ઉપયોગપૂર્વક પ્રભુ-મુદ્રા જોવી તે. (૪) ‘શબ્દ-નય’ની અપેક્ષાએ પ્રભુ-દર્શન એટલે આત્મ-સત્તા પ્રગટાવવાની રુચિસહિત પ્રભુની તત્ત્વ-સંપત્તિરૂપ પ્રભુતાનું અવલોકન
કરવું તે. આ રીતે ‘શબ્દ-નયે' પ્રભુનું દર્શન કરવાથી ‘સંગ્રહ-નય'ની અપેક્ષાએ સત્તામાં પડેલી અનંત આત્મ-શક્તિઓ “એવંભૂત-નય'ની દૃષ્ટિએ સંપૂર્ણપણે પ્રગટે છે. એટલે કે “સંગ્રહ-નય'ની અપેક્ષાએ આત્મા સત્તાએ શુદ્ધ છે પણ જ્યારે તેનું શુદ્ધ-સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટે છે ત્યારે તે ‘એવંભૂત-જ્ય ’ પૂર્ણ શુદ્ધ-સ્વરૂપને પામીને સિદ્ધ થાય છે. માટી-પાણી, સૂર્ય, ઉત્તર-સાધક અને પારસના ઉદાહરણથી મોક્ષના પુષ્ટ હેતુ ‘નિમિત્ત-કારણ'ની મહત્તા બતાવી છે.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૧૫૦