________________
आत्मसिद्धि कारज भणी रेलाल, सहज नियामक हेतुरे, वालेसर। नामादिक जिनराजना रे लाल, old, भवसागर महा सेतु रे, वालेसर ।।
ટુન.)
अर्थ : श्री अरिहन्त परमात्मा आत्मा की मुक्तिरूप कार्य के लिए सहज नियामक निश्चित कार्य सिद्ध करने वाले हेतु हैं । श्री अरिहन्त परमात्मा के नाम, स्थापना, द्रव्य और भाव, ये चारों निक्षेप संसारसागर मे सेतु (पुल) के समान हैं अर्थात् भवसागर से पार उतरने के लिए प्रभु के नामादि आलम्बन हैं, આધાર ૐ |
અર્થ : શ્રી અરિહંત પરમાત્મા આત્માના મુક્તિરૂપ કાર્ય માટે સહજ નિયામક, નિશ્ચિત કાર્ય સિદ્ધ કરનાર હેતુ છે. શ્રી અરિહંત પરમાત્માના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચારે નિક્ષેપા સંસાર-સાગરમાં સેતુ-પુલ સમાન છે અર્થાત્ ભવ-સાગરથી પાર ઊતરવા માટે પ્રભુના નામાદિ એ મહાન આલંબન છે-આધાર છે.
સ્વો. બાલાવબોધ ઃ તે માટે આત્મ-સિદ્ધિરૂપ જે કાર્ય, તે ક૨વાને સહજ-અકૃત્રિમ, નિયામક કેતાં નિર્ધા૨, હેતુ કેતાં કારણ જે શ્રી વીતરાગ દેવ, તેને પામીને નિશ્ચે ભવ્ય જીવનેં મોક્ષ નીપજે-એ નિર્ધાર થયો.
નામાદિ કેતાં નામ-નિક્ષેપાદિ તે –
(૧) અરિહંત એહવું નામ, તેનો શ્રવણું-ઉચ્ચારણ્-સ્મરણૅ કરી પણ અનેક જીવ ગુણાવલંબી થઈ સમકિત-પ્રમુખ ગુણ પામીને સિદ્ધ થયા. (૨) તથા, શ્રી અરિહંતની સ્થાપના જે અરિહંત મુદ્રા સમતાનો સમુદ્ર વિષય-વિકારરહિત અતિશય-સંપન્ન એવી જિન-થાપના દેખી યોગ-સ્થંભે ગુણીને અવલંબે સ્વ-ગુણાવલંબી થઈ અનેક જીવ સિદ્ધિ પામ્યા.
(૩) તથા, શ્રી પરમ પ્રભુનો દ્રવ્ય-નિક્ષેપો તે વિચરતા-શરીરધારી જિનરાજ, તેહના વિવહાર-ઉપદેશ-સમવસરણ દેખી અદ્ભુતતાને અવલંબી ગુણાવલંબી થઈ અનેક જીવ સ્વ-ધર્મ સંપદા વરી સિદ્ધિ પામ્યા.
(૪) તથા, અરિહંતનો ભાવ-નિપેક્ષો તે અરિહંત-દ્રવ્યના ગુણ જે કેવલજ્ઞાનાદિ તથા પર્યાય તે અગુરુલઘુતાદિ, તેહની અનંત પરિણતિનું જે ભાસન, શ્રદ્ધાન તથા રમણ કેતાં પોતાનું તત્ત્વ, તેને અવલંબતાં અનેક જીવ મોક્ષરૂપ લક્ષ્મી પામ્યા.
માટે, એ શ્રી અરિહંતના જે નામાદિ ચાર નિક્ષેપા છે, તે ભવરૂપ મહા સમુદ્ર મધ્યે સેતુ કેતાં મોહોટી પાજ સમાન છે. માટે, પ્રભુના નામાદિ ચા૨ નિક્ષેપાને અવલંબીને આત્મ-સિદ્ધિ કરવી.
।। કૃતિ સપ્તમાયાર્થઃ || ૭ ||
Jain Education International
For Personal Private Use Only ૧૪૮
www.jainelibrary.org