________________
लोह धातु कंचन हवे रे लाल, पारस फरसन पामीरे, बालेसर। प्रगटे अध्यातम दशा रे लाल, व्यक्त गुणी गुणग्राम रे बालेसर || तुज ॥६॥
अर्थ : जैसे पारस के स्पर्शमात्र से लोहा स्वर्णमय बन जाता है वैसे ही पूर्णगुणी श्री अरिहन्त परमात्मा के गुणग्राम से - गुणस्मरण ध्यान आदि करने से शुद्ध आत्मिक दशा पूर्णरूप से प्रकट होती है ।
અર્થ : જેમ પારસના સ્પર્શમાત્રથી લોઢું સ્વર્ણમય બની જાય છે તેમ પૂર્ણ-ગુણી શ્રી અરિહંત પરમાત્માના ગુણગ્રામથી ગુણ-સ્મરણ-ધ્યાન વગેરે કરવાથી શુદ્ધ આત્મિક-દશા પૂર્ણપણે પ્રગટે છે.
સ્વો. બાલાવબોધ : બીજો દૃષ્ટાંત કહે છે, લોહ ધાતુ મધ્યે કાંચન કહેતાં સુવર્ણ થવાની સત્તા છે તો પણ પારસ-પાષાણ પ્રમુખ બાહ્ય નિમિત્ત પામીને પોતાનું સોનાપણું લહે છે.
તેમ ભવ્ય જીવની પણ શુદ્ધ આત્મિક-દશા યદ્યપિ સત્તારૂપે છે પણ વ્યક્ત કહેતાં પ્રગટ-કર્માવરણરહિત જે ગુણી અરિહંત, તેહના ગુણગ્રામ કરતાં-ગુણ સ્મરણ કરતાં આપણો આત્મા ગુણાનુયાયી થઈ સંપૂર્ણ ગુણીપણું પામે તે વારેં સત્તા પ્રગટે.
ઈહાં કોઈ પૂછશે જે -નિમિત્ત વિના જ સિદ્ધપણું કેમ ન પામે ?
તેને ઉત્તર કહે છે- જે આત્મા અનાદિનો પુદ્ગલરૂપ પર નિમિત્ત પામીને બંધ-પદ્ધતિ કરે છે તે જો પુદ્ગલરૂપ પર નિમિત્ત મૂકે તો મુક્ત થાય, તે પુદ્ગલરૂપ પ૨ નિમિત્ત તો અરિહંતરૂપ શુદ્ધ નિમિત્તને અવલંબ્યા વિના ટલે નહીં.
માટે, શ્રી વીતરાગ દેવરૂપ શુદ્ધ નિમિત્ત પામેથી આપણું તત્ત્વ પ્રગટે.
Jain Education International
।। इति षष्ठगाथार्थ: ।। ६ ।।
For Personal Private Use Only
૧૪૭
www.jainelibrary.org