________________
કેમ ? જે સર્વ સંસારી જીવોને ભોગ તથા ઉપભોગ ગુણનો સદાકાલ ક્ષયોપશમ પામીમેં પણ સ્વ-ભોગની પ્રગટતા નથી તેથી પરભોગી થયો છે. વીર્યંતરાયનો ક્ષયપશમસદા પામીમેં તે વીર્ય પણ પરાનુયાયી થયું.
તથા કર્તા-ગ્રાહકતા-વ્યાપક્તા-ભોક્તાપણું સદા નિરાવરણ છે અને કાર્ય- ગ્રાહ્ય-વ્યાપ્ય-ભોગ અવરાણાં છે તેથી પુગલગ્રાહ્યપુદ્ગલાનુયાયી પ્રવૃત્તિ તે કાર્ય. પુદ્ગલ-ભોગપણે તેહના વર્ણાદિકમાં વ્યાપક થયો પુગલને ગ્રહે છે, પછી જેને ભોગવ્યા તેની જ હોંશ ઉપજે એટલે પુદ્ગલનો રુચિ તે ફરી પુદ્ગલને ગ્રહે તથા ભોગવે તેથી આત્મ-પ્રદેશે પુદ્ગલ રહ્યા છે. - પણ, આત્મ-પ્રદેશ તે સ્વ ગુણ-પર્યાયનું ક્ષેત્ર છે પણ પર પુદ્ગલ-દ્રવ્યનું ક્ષેત્ર નથી તથા મુલ વસ્તુ-ધર્મ પુદ્ગલનો રંગી પણ નથી સ્વધર્મના આસ્વાદન વિના એ પુદ્ગલનો રંગી થયો છે પણ વસ્તુરીતેં વિચારતાં એને પુદ્ગલથી શ્યો સંબંધ છે?
વલી, આત્મા પર-ભાવનો સ્વામી નથી, પર-ભાવેં એની એશ્વર્યતા કહેતાં ઠકુરાઈ નથી એટલે વસ્તુ-ધર્મ કદા કહેતાં કોઈ વેલા પરવસ્તુનો સંગી નથી. જીવ-દ્રવ્યનો સત્તા-ધર્મ એહવો છે. માટે, માહાર સુમતિનાથ પરમેશ્વર, શુદ્ધદેવ, પુદ્ગલનો આધાર તથા રાગી કેમ હોય? સર્વ પુદ્ગલાતીત છે.
| ત્તિ પદાર્થઃ || ૬ ||
सग्रहे नहीं आये नहीं पर भणी, તાવિ ઝવતા शुद्धस्याद्वादनिजभावभीगी जिके, तह परप्रावने केम चाखे।
દા.ોળી
अर्थ : जो पर पदगल वस्तु का संग्रह नहीं करता, अन्य को देता भी नहीं, परवस्तु को करता भी नहीं, आदरता भी नहीं और रखता भी नहीं । जो शुद्ध स्याद्वादमय आत्म-स्वभाव का भोगी है वह परभाव का आस्वादन कैसे कर सकता है ? अर्थात् नहीं कर सकता है ।
અર્થ : જે પર પુદ્ગલ-વસ્તુનો સંગ્રહ ન કરે, અન્યને આપે પણ નહિ, પર-વસ્તુને કરે નહિ, આદરે નહિ અને રાખે પણ નહિ તથા જેઓ કે જે શુદ્ધ સાદ્વાદમય આત્મ-સ્વભાવના ભોગી છે તેઓ પર-ભાવનું આસ્વાદન કેમ કરે ? અર્થાત્ ન જ કરે !
વો. બાલાવબોધ : વલી સુમતિનાથ પરમાત્મા કેહવા છે ?
જે પર ભણી કહેતા પર-વસ્તુ ભણી માહારાપણે સંગ્રહે નહીં-રાખે નહીં તથા જિમ પર-વસ્તુ રાખે નહીં તિમ પર-ભાવ તે પર-વસ્તુ કોઈ બીજાને આપે નહીં. પર-વસ્તુને કરે નહીં, પર-વસ્તુને આદરે નહીં, પર-વસ્તુને પરિગ્રહ-ધનપણે રાખે નહીં-એ શુદ્ધ-દ્રવ્યનો ધર્મ છે.
તથા, શુદ્ધ કહેતાં નિર્દોષ, સ્યાદ્વાદ કહેતાં અનંત-ધર્માત્મક, નિજ કહેતાં પોતાનો, ભાવ કહેતાં ધર્મ અનંત જ્ઞાન-દર્શનાદિક, તેહના જે ભોગીઆસ્વાદી એટલે સ્વ-ભોગ્યના જે ભાગી થયા, તે પર-ભાવ જે રાગ-દ્વેષાદિક અથવા પુદ્ગલ-વર્ણાદિક, તેહને નિષ્પન્ન-પરમાત્મા કેમ ચાખે કહેતાં આસ્વાદે ? માટે, પરમાત્મા તે પર-ભાવને ચાખે નહીં, સ્વરૂપ-ભોગી જ હોય.
|| ત સતમથાર્થ : // ૭ ||
Jain Education international
For Personevate Use Only
www.jainelibrary.org