________________
ता हरी शुद्धता भास आश्चर्यथी, उपजे रूचि तेणें तत्व ईहे तत्त्व रंगी थयो दोषथी उभग्यो, दोष-त्यागे ढके तत्त्व लीहे । સૌરા
अर्थ : हे प्रभो ! आपकी पूर्ण शुद्ध-स्वभाव-दशा का ज्ञान होने पर भव्यात्मा को अत्यन्त आश्चर्य उत्पन्न होता है और अपनी भी वैसी शुद्ध दशा को प्रकट करने की रुचि जागृत होती है । तब मोक्षरुचि जीव को तत्त्व प्राप्त करने की इच्छा उत्पन्न होती है । जैसे जैसे तत्त्व की इच्छा प्रबल बनती जाती है और तत्त्वरंग जमता जाता है वैसे वैसे हिंसा और रागादि दोषों की निवृत्ति होती जाती है । दोषों की निवृत्ति होने से उस जीव का आत्म-स्वभाव में પરિણમન-મા હોતા હૈ ।
અર્થ : હે પ્રભો ! આપની પૂર્ણ શુદ્ધ સ્વભાવ-દશાનું જ્ઞાન થતાં ભવ્યાત્માને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે અને પોતાની પણ તેવી શુદ્ધ-દશાને પ્રગટાવવાની રુચિ જાગે છે ત્યારે મોક્ષ-રુચિ જીવને તત્ત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. પછી જેમ-જેમ તત્ત્વની ઈચ્છા પ્રબળ બનતી જાય છે અને જેમ-જેમ તત્ત્વ-રંગ જામતો જાય છે તેમ-તેમ હિંસા અને રાગાદિ દોષોની નિવૃત્તિ થતી જાય છે. અને દોષોની નિવૃત્તિ થતાં તે જીવનું આત્મ-સ્વભાવમાં પરિણમન-૨મણ થાય છે.
તે
સ્વો. બાલાવબોધ : હવે, સાધના ધર્મ કહે છે, તિહાં શ્રી સુમતિનાથ પોતેં મુક્ત થઈ કૃત-કૃત્ય થયા, તે પર-જીવની મુક્તિના કર્તા નહીં તો શા વાસ્તે સ્તવો છો ? નમો છો ?
ત્યાં કહે છે જે તાહરી કહેતાં હે પ્રભુ ! તુમારી, શુદ્ધતા-નિઃકર્મતા-અનંત ગુણ-પ્રગટતા, તેહનું જેવારેં ભાસન કહેતાં જાણપણું થાય તે જેમજેમ ગુણની ઘોષણા કરે તેમ-તેમ ગુણનું ભાસન થાય. તેથી આશ્ચર્યતા ! ઉપજે જે, અહો, પ્રભુનું જ્ઞાન ! ત્રણ લોકગત ષટ્-દ્રવ્ય ત્રણ-કાલપરાવૃત્તિસહિત એક સમયે જાણે તેમજ અહો પ્રભુનું દર્શન ! અહો પ્રભુનું ચારિત્ર-સકલ પુદ્ગલ-અભોગી ! અહો પરમાનંદ ! ઈત્યાદિક આશ્ચર્યથી આશ્ચર્ય ઉપજે !
તેથી, પોતાને તેહવી પરમાત્મ-દશા નિપજાવવાની રુચિ ઉપજે-ઈહાં ઉપજે.
તે મોક્ષરુચિ જીવ વિચા૨ે જે-કેવારેં માહારો આત્મા કર્મરહિત થાય ? કેવારે માહારો શુદ્ધ પરિણામિક-ભાવ પ્રગટે ? કેવારેં માહરા ગુણ હું ભોગવું ? અને અનંતા જીવોની એંઠ જે પુદ્ગલ, તેને તજી પોતાનો ધર્મ હું કેવારે ભોગવીશ ? -એહવી રુચિ ઉપજે.
પછી, તે રુચિવંત જીવ તત્ત્વની ઈહા કરતાં કાલ ગમાડે. તે જેમ-જેમ તત્ત્વની ઈહા કરે તેમ-તેમ તત્ત્વનો રંગ પ્રગટે. જેમ-જેમ તત્ત્વનો રંગ થાય તેમ-તેમ રાગ-દ્વેષ-અઢારપાપસ્થાનાદિ દોષથી ઉભર્ગ કહેતાં નિવૃત્ત. તેમ ઢલે કહેતાં તે પણે પરિણમેં, તત્ત્વ લીહે કહેતાં તત્ત્વમાર્ગે એટલે સ્વભાવ-પરિણામી થાય. એ સર્વ કાર્ય પ્રભુ પ્રત્યે અવલંબ્યાં થાય.
।। કૃતિ ગરમાર્થ: || ૮ ||
Jain Education International
For Personal & Private Use Only ૧૩૦
www.jainelibrary.org