________________
ઈહાં કોઈ કહેશે જે-જાણંગ બેના છે તો ભોગી બેના કેમ નથી ? તેને કહેવું છે, પર-ભાવ મધ્યે ભોગ-ધર્મ નથી માટે આત્મા પ૨-ભાવનો ભોગી નથી, સ્વ-ભોગી જ છે. પર-ક્ષેત્રે રહ્યો જે ધર્મ તે ભોગવાય નહીં, સ્વ-ક્ષેત્રી ધર્મ ભોગવાય !
વલી, કેહવા છો ?
પ્રભુ તમારી અનંતી શક્તિ છે. તે સકર્મા જીવની સર્વ શક્તિ દબાણી છે અને તમેં સાધ્ય-સાધકભાવ કરીને સર્વ કર્મ-પડલને દલવે કરીને સર્વ શક્તિ પ્રગટ કરી છે અને તે સર્વ શક્તિની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ છે. તે સર્વ શક્તિને પ્રયું જતા છો એટલે સર્વ કર્તૃત્વ, ભોખ્તત્વ, જ્ઞાયકત્વ, પારિણામિકત્વ, ગ્રાહકત્વ, આધારતાદિ શક્તિ પ્રવર્તે છે પણ કોઈ શક્તિ અણપ્રવર્તી રહેતી નથી. - તથાપિ ન પ્રયોગી કહેતાં શક્તિ પ્રવર્તાવતાં કોઈ જાતિનો પ્રયોગ કહેતાં પ્રયાસ-ઉદ્યમ-વિકલ્પ કરવો પડતો નથી. એટલે સર્વ શક્તિ સહેજં પ્રવર્તે છે.
|| તિ વતુર્થ થાર્થ || 8 ||
વસ્તુ નિ પર્વિરાશિફી,
करेजाणेरमे अनुभवे ते प्रभु, तत्त्व सामित्व शुचितत्व धामें।
દા.
अर्थ : इस प्रकार नित्यानित्य धर्मवाले सर्व द्रव्य अपनी परिणति (स्वधर्म) में परिणत होने से परिणामी हैं परन्तु इतने मात्र से वे सब द्रव्य प्रभुतामहानता नहीं प्राप्त कर सकते । परन्तु जो अपने स्वभाव का कर्ता हो, वस्तुमात्र का ज्ञाता हो, स्वगुण में रमण करने वाला हो, आत्मस्वभाव का अनुभव करने वाला हो तथा वस्तुस्वभाव का स्वामी हो तथा शुद्ध सिद्धता का धाम हो वह प्रभु-परमेश्वर कहा जाता है ।
અર્થ : આ રીતે નિત્યાનિત્ય ધર્મવાળા સર્વ દ્રવ્ય પોતાની પરિણતિ(સ્વ-ધર્મ)માં પરિણમતાં હોવાથી પરિણામી છે પરંતુ એટલા માત્રથી તે સર્વ દ્રવ્યો પ્રભુતા-મહાનતા પામી શકતાં નથી. પરંતુ, જે પોતાના સ્વભાવનો કર્તા હોય, વસ્તુ-માત્રનો જ્ઞાતા હોય, સ્વ-ગુણોમાં રમણ કરનારો હોય, આત્મ-સ્વભાવનો અનુભવ કરનારો હોય તેમ જ વસ્તુ-સ્વભાવનો સ્વામી હોય તથા શુદ્ધ-સિદ્ધતાનું ધામ હોય તે પ્રભુ-પરમેશ્વર કહેવાય છે.
સ્વો. બાલાવબોધઃ હવે નિત્ય-અનિત્ય, એક-અનેક, અસ્તિ-નાસ્તિ, ભેદ-અભેદ ઈત્યાદિક અનંત ધર્મ પ્રભુમાં છે તે માટે પરમેશ્વરપણું છે તેની ઊલખાણ કરવાને કહે છે જે
નિત્યાનિત્યાદિક ધર્મ તો સર્વ દ્રવ્યમાં છે એટલે વસ્તુ કેતાં જીવાદિ પદાર્થ, તે નિજ પરિણતિર્યો કેતાં પોતાની સ્યાદ્વાદ પરિણતિર્યો, સર્વ કેતાં સમસ્ત દ્રવ્ય, પરિણામિકી કેતાં પરિણામી છે એટલે નિત્યાનિત્યાદિકપણે સર્વ પરિણામી છે પણ તેથી નિત્યાનિત્યાદિક ધર્મે કોઈ પરમેશ્વરપણું ન પામે. સર્વ દ્રવ્ય સાધારણ-ધર્મી, માટે એમાં શી અધિકાઈ ? એટલે કેતાં એથી, કોઈ કેતાં હરેક દ્રવ્ય, તે પ્રભુતા કેતાં મોટાઈપણું, ન પામે કેતાં પામે નહીં.
તો કેમ પામે ? તે કહે છે- કરે કેતાં પોતાના ધર્મને કર્તાપણું કરે એટલે બીજા અજીવાદિ પાંચ દ્રવ્ય તે સર્વ ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે પરિણમે છે પણ કર્તા નથી, જીવ-દ્રવ્ય તે કર્તા છે.
તે શા માટે ?
જે બીજા સર્વ દ્રવ્યના ધર્મ પ્રતિ-પ્રદેશું છે અને તે પ્રદેશ-પ્રદેશે પ્રવર્તે છે પણ એક પ્રદેશને બીજા પ્રદેશનું સહાય...એમ એકઠું પ્રવર્તન નથી અને જીવ-દ્રવ્યને પ્રદેશું ધર્મ અનંતા છે અને તે-તે પ્રદેશું રહ્યા પ્રવૃત્તિ કરે છે પણ તે સર્વ પ્રદેશું સમુદાય મલીને એકઠી પ્રવૃત્તિ કરે છે માટે જીવદ્રવ્ય કર્તા છે. તેથી સ્વ-સ્વ-ધર્મને કરે છે, એ કર્તાપણું તે-ઈશ્વરતા છે.
તથા, અજીવ-દ્રવ્ય મધ્યે પણ અનંતા ગુણ-અનંતા પર્યાય છે પણ તે દ્રવ્ય પોતાના ગુણને જાણતા નથી અને આત્મા જ્ઞાનાદિક અનંતા આત્મગુણ તથા અનંતા પર-દ્રવ્ય, તેથી અનંતગુણા પર-ગુણ, તે સર્વને જાણે છે માટે જાણપણું તે અસાધારણ-ધર્મ છે.
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
| ૧૨ ૭.