________________
शुद्धता बुद्धता देव परमात्मता, सहज निजभाव भोगी अयोगी। स्व-पर उपयोगी तादात्म्य सहा रस्सी, शक्ति प्रयुंजतो न प्रयोगी ॥ હોદો
अर्थ : हे प्रभो ! सर्व पुद्गलों के संग रहित आपकी शुद्धता है । केवलज्ञान-दर्शनरूप बुद्धता है । अपने स्वरूप में रमण करने से आप देव हैं । ज्ञानावरणीयादि कर्मों से रहित आपका परमात्मपन है । आप सहज निज स्वभाव के भोगी हैं तथापि अयोगी (मन, वचन और काया के योग से रहित) हैं । स्व-आत्मा और पर पुद्गलादि सर्व द्रव्यों के उपयोगी (ज्ञाता एवं दृष्टा) होने पर भी तादात्म्यभाव से रही हुई शुद्ध-श्रद्धा के ही आप रसिया हैं ।
हे प्रभो ! आप में पूर्णरूप से प्रकट हुई कर्तृत्व-भोक्तृत्व आदि सर्व शक्तियाँ स्व-स्व कार्य में प्रवृत्त होने पर भी आप अप्रयोगी हैं अर्थात् इन शक्तियों को प्रयुक्त करने के लिए आपको कोई प्रयोग प्रयास नहीं करना पड़ता । स्वतः ही शक्तियों का प्रवर्तन हुआ करता है । यह भी एक आश्चर्य है ।
અર્થ : હે પ્રભુ ! સર્વ પુદ્ગલોના સંગથી રહિત આપની શુદ્ધતા છે, કેવલજ્ઞાન-દર્શનરૂપ બુદ્ધતા છે. પોતાના સ્વરૂપમાં રમણ કરતા હોવાથી આપ દેવ છો, જ્ઞાનાવરણીયાદિ કર્મોથી રહિત આપનું પરમાત્મપણું છે.
તેમ જ આપ સહજ નિજ-સ્વભાવના ભોગી છો છતાં અયોગી (મન, વચન અને કાયાના યોગથી રહિત) છો. સ્વ-આત્મા અને ૫૨-પુદ્ગલાદિ સર્વ દ્રવ્યોના ઉપયોગી (જ્ઞાતા અને દૃષ્ટા) હોવા છતાં તાદાત્મ્ય ભાવે રહેલી શુદ્ધ શ્રદ્ધાના જ આપ રસિયા છો.
હે પ્રભો ! આપમાં પૂર્ણપણે પ્રગટેલી કર્તૃત્વ, ભોક્તત્વ આદિ સર્વ શક્તિઓ સ્વ-સ્વ કાર્યમાં પ્રવૃત્ત હોવા છતાં આપ અપ્રયોગી છો અર્થાત્ એ શક્તિઓને પ્રવર્તાવવા માટે આપને કોઈ પ્રયોગ-પ્રયાસ કરવો પડતો નથી, સ્વતઃ એ શક્તિઓનું પ્રવર્તન થયા કરે છે. આ પણ એક આશ્ચર્ય જ
છે !
સ્વો. બાલાવબોધ : વલી, શુદ્ધતા તે સકલ પુદ્ગલરૂપ સંકરતા રહિત. બુદ્ધતા કહેતાં કેવલજ્ઞાન-દર્શનરૂપ સંપૂર્ણ બોધરૂપ છો. દેવ કહેતાં પોતાનું સ્વરૂપ તેણેં દિવ્યતિ કહેતાં રમણશીલ-તે દેવ કહિયેં. પરમાત્મતા કહેતાં પરમાત્માપણું સંપૂર્ણ ભોગવો છો એટલે પોતાનો આત્મા જે જ્ઞાનાવરણાદિક કર્મથી રહિત છે-તે પરમાત્મા નિષ્પન્ન આત્મા, તે ભાવ પામ્યા છો.
વલી, સહજ કહેતાં સ્વભાવના અકૃત્રિમ એવા નિજ કહેતાં પોતાના ભાવ તે જ્ઞાનાદિક અનંત ધર્મ, તેહના ભોગી કહેતાં પોતાના ભોગઆસ્વાદનવંત છો.
વલી, કેહવા છો ?
અયોગી કહેતાં મન-વચન-કાયારૂપ યોગ, તેથી રહિત છો. ક્ષયોપશમી વીર્ય, તેહને ચલનપણે વર્તે-તે યોગ કહિયેં,
તિહાં ભાષા-વર્ગણા, શરીર-વર્ગણા તથા મનોવર્ગણા, તે જિહાં અવખંભહેતુ છે તે અવષ્ટભક-તે દ્રવ્ય-યોગ કહિયેં. અને જે અવખંભગ્રાહક વીર્ય-પરિણામ તે પહેલો પરિણમન-બીજો અવલંબન-ત્રીજો ગ્રહણરૂપ, એ ત્રણ શક્તિને ભાવ-યોગ કહિયેં. એહવું જે યોગ-પરિણમન, તેથી રહિત છો કારણ કે યોગ જે છે તે આશ્રવ છે અને સિદ્ધ આત્મા તો સંપૂર્ણ સંવ૨મયી છે.
વલી, પ્રભુજી ! તમેં કેહવા છો ?
જે સ્વ કહેતાં પોતાનું આત્મ-તત્ત્વ, તેહના ઉપયોગી કહેતાં જાણ તથા પર-આત્મા તે બીજા અનંતા જીવ તથા સર્વ પુદ્ગલ તથા ધર્મઅધર્મ-આકાશ અને કાલ, તે સર્વના જાણ છો એટલે સ્વ તથા ૫૨-એ બેના જાણ પણ તાદાત્મ્ય કહેતાં તન્મયપણે રહ્યો જે પોતાનો સત્તા-ધર્મ, તેહના રસીયા છો-આસ્વાદી છો એટલે ‘જાણંગ’ સ્વ-પર બેના છો, પણ ભોગી એક આત્મ-ધર્મના જ છો !
Jain Education International
For Personal & Private Use Only ૧૨૬
www.jainelibrary.org