________________
તિહાં શ્રી શ્વેતાંબરગણી તત્ત્વાર્થ-ટીકાકારની સાખ લખે છે
“अथ ये व्याचक्षते व्यगोत्पादौ न स्वतो व्योम्नः किन्तु परप्रत्ययाज्जायेतेऽवगाहक-सन्निधानायत्तावुत्पादव्ययाविति तेषां कथमलोकाकाशेऽवगाहकाभावात्, अर्द्धवैशसं च सतो लक्षणं लक्षणस्य साध्यव्यापित्वं चेष्यते, स्थित्युत्पादव्ययत्रयमिति ।
अत्रोच्यते, य एवं महात्मानस्तर्कयन्ति स्वबुद्धिबलेन पदार्थस्वरूपम्, तेऽत्र निपुणतरमनुयोक्तव्याः, कथमेतत् ? वयं तु विसुरसापरिणामेन सर्ववस्तूनामुत्पादादित्रयमिच्छाम : प्रयोगपरिणत्या जीवपुद्गलानामित्थं तावदस्मद्दर्शनमविरुद्धसिद्धान्तसद्भावम्, WકુવાનુITRવ ૫ માર્ગારેTયુને ''
અર્થ : હવે જેઓ કહે છે કે, ઉત્પાદ અને વ્યય આકાશના પોતાના નથી પરંતુ અન્ય (દ્રવ્ય)ના કારણે થાય છે. ઉત્પાદ અને વ્યય ધર્મ અવગાહના સાનિધ્યથી આશ્રિત છે તેથી અલોકાકાશમાં અવગાહક-ધર્મનો અભાવ હોવાથી ત્યાં ઉત્પાદ-વ્યય કેવી રીતે ઘટી શકે ? માટે વસ્તુનું લક્ષણ અડધું કપાયેલ છે, લક્ષણમાં સાધ્ય-વ્યાપિત અપેક્ષિત છે..
સ્થિતિ, ઉત્પાદ અને વ્યયત્રય-એ પ્રમાણે (વસ્તુનું લક્ષણ છે).
અહીં કહેવાય છે કે, જે મહાત્માઓ પોતાની બુદ્ધિના બળથી આ પ્રમાણે પદાર્થના સ્વરૂપ અંગે તર્ક કરે છે, તેઓને હોંશિયારીપૂર્વક આ વિષયમાં જોડવા જોઈએ.
પ્રશ્ન:- આ કેવી રીતે થઈ શકે ?
જવાબઃ- અમે તો સર્વ વસ્તુઓનો વિસૂરસા(વિઘટન) થવાનો પરિણામ(સ્વભાવ) હોવાથી જીવ અને પુદ્ગલોના સંયોગ-સ્વભાવથી ઉત્પાદ-આદિ ત્રણને માનીએ છીએ.-આ પ્રમાણે ખરેખર અમારૂં (જૈન)દર્શન અવિરોધી છે.
અમારા વડે કહેવાયેલ અર્થને અનુસારે જ સિદ્ધાંતનો સદ્ભાવ ભાષ્યકાર વડે પણ કહેવાય છે. એ વચન જોઈ શ્રદ્ધા યથાર્થ કરવી.
માટે હે પ્રભુજી ! તમારા ગુણ કાર્યપણે-કારણપણે પરિણમે છે તેથી ઉત્પાદ-વ્યય છે અને ગુણાનો અભાવ થતો નથી તે ધ્રુવ ધર્મ છે. તેથી ‘ચાતુ નિયં-સાત્ અનિત્ય' - એ સ્વરૂપ છે, તે અચરિજ જેહવું છે !
કાલની અપેક્ષાએ પરંપણો કહે તેહને કહીયે જે-કાલ તો પંચાસ્તિકાયથી ભિન્ન નથી તે માટે પરપણ શ્યાને કહો છો ?
વલી જીવ દ્રવ્ય મધ્યે જેટલા ગુણ છે તે સર્વ ભિન્ન ભિન્નપણે પોતાના કાર્ય કરે છે. જ્ઞાન તે જાણવારૂપ કાર્ય કરે છે, દર્શન તે દેખવારૂપ કાર્ય કરે છે, સમકિત તે નિર્ધાર-કાર્ય કરે છે, ચારિત્ર તે થિરતારૂપ કાર્ય કરે છે, અમૂર્ત ગુણ અરૂપીપણે કાર્ય કરે છે-એમ સર્વ ગુણ પોતાના કાર્યના કર્તા છે. એવો કાર્યભેદે કહેતાં જુદા-જુદાપણ કરે તે વસ્તુમાં અનેકતા સ્વભાવ છે તેથી ભેદ સ્વભાવ છે.
પણ તે કાર્ય-ધર્મનું કારણ કોઈ દ્રવ્યું તથા ક્ષેત્રે જુદું થતું નથી તેથી અભેદરૂપ છે. જેમ સુવર્ણ મધ્ય પીતતા-ગુરુતા-સ્નિગ્ધતા એ કાર્ય-ભેદૈ ત્રણ ધર્મ પામીયું છેર્યો, પરંતુ કેવારેં ભિન્ન થાતા નથી તિમ જીવના અનંત ગુણ ભિન્ન-ભિન્ન કાર્ય કરે છે પરંતુ વસ્તુ-ધર્મે ભિન્ન નથી. કાર્ય તો સર્વ ભેË કહેતાં ભિન્નપણે કરે છે પણ અભેદી કહેતાં ભેદરહિત છે..
વલી, પ્રતિસમય કર્તુતાપણે પરિણમે છે એટલે પંચાસ્તિકાય મધ્યે ચાર અસ્તિકાય તે અકર્તા છે અને એક જીવાસ્તિકાય સ્વતંત્ર કર્તા છે. જે સ્વાધીનપણે કારણાવલંબી થઈ કાર્યને નિપજાવે-તે કર્ના.
તથા જેમ પર કાર્ય ઘટ, તેનો કર્તા કુંભકાર, તેમ જ્ઞાનાદિ કાર્યનો કર્તા જીવ છે માટે કર્તૃતાપર્ણ પરિણમે છે પણ કાંઈ નવ્યપણે નથી રમતો એટલે જે પ્રતિ-સમર્યો પર્યાયને કરે પણ કાંઈ નવો નથી કરતો, અસ્તિ-ધર્મ છે તેમજ રહે છે.
વલી, કેહવા છો ?
જે સકલ કહેતાં સર્વ દ્રવ્ય છે, તેહના ગુણ-પર્યાય સ્વભાવ, તેના ઉત્પાદરૂપ-વ્યયરૂપ-ધ્રુવરૂપ અતીત-અનાગત-વર્તમાન કાલ, તે સર્વ ત્રણે કાલના વેત્તા કહેતાં જાણ છો એટલે એ સર્વને જાણો છો પણ અવેદી કહેતાં પુરુષ-સ્ત્રી-નપુંસકરૂપ વેદરહિત છો. માટે, વેત્તા થકા પણ વચનધર્મે અવેદી છો-એ અચરિજ જાણવું !
| ત તૃતીયથાર્થ || 3 ||
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૧ ૨૫