________________
कार्य-कारणपणे परिणमे तहवि ध्रुव, कार्यभेदें करे पण अभेदी। कर्तृता परिणमे नव्यता नविश्मे, सकल वेता थको पण अवेदी॥
अर्थ : प्रभो ! आपके उपादान-कारणरूप ज्ञानादि सब गुण अपने-अपने कार्य (ज्ञप्ति आदि) रूप में परिणत होते हैं, इसलिए उत्पाद और व्यय धर्म है और उनका अभाव कभी नहीं होता, यह ध्रुव धर्म है | ज्ञान गुण जानने का और चारित्र गुण स्थिरता का, इस तरह सब गुण अपने-अपने भिन्न कार्य को करते हैं, यह भेद स्वभाव है । इस प्रकार कार्य के भेद से अनेकता है । इन सब गुणों में कार्यभेद होने पर भी वे गुण आत्मा से अलग नहीं होते इसलिए अभेदरूप है, यह एकता है ।
हे प्रभो ! आप कर्ता होने से प्रतिसमय अपने कार्य में परिणत होते हैं तो भी कोई नवीनता को प्राप्त नहीं करते हैं । आप प्रति समय गुण-पर्यायरूप कार्य को करते हैं तो भी अस्ति धर्म तो कायम रहता है । इसी तरह प्रभु सर्व द्रव्य के गुण-पर्यायों के तथा भूत-भविष्य-वर्तमान आदि काल के वेत्ता(ज्ञाता) हैं तो भी वे तीनों वेद से रहित होने से अवेदी हैं ।
यह आश्चर्यकारक बात है ।
અર્થ : પ્રભુ ! આપના ઉપાદાન-કારણરૂપ જ્ઞાનાદિ સર્વ ગુણો પોત-પોતાના કાર્ય(જ્ઞપ્તિ આદિ)રૂપે પરિણમે છે તેથી ઉત્પાદ તેમ જ વ્યય ધર્મ છે અને તેઓનો અભાવ કદી થતો નથી. એ ધ્રુવ ધર્મ છે. જ્ઞાન ગુણ જાણવાનું, ચારિત્ર ગુણ સ્થિરતાનું-એમ આપના સર્વ ગુણો પોત-પોતાનાં ભિન્નભિન્ન કાર્યને કરે છે-એ ભેદ સ્વભાવ છે. એમ કાર્ય-ભેદે અનેકતા છે. એ બધા ગુણોમાં કાર્ય-ભેદ હોવા છતાં તે ગુણો આત્માથી જુદા થતા નથી એથી અભેદરૂપ છે તે એકતા છે.
હે પ્રભુ ! આપ કર્તા હોવાથી પ્રતિ-સમયે પોતાના કાર્યમાં પરિણમ છો છતાં કોઈ નવીનતા પામતા નથી. પ્રતિ-સમયે ગુણ-પર્યાયરૂપ કાર્યને કરો છો છતાં અસ્તિ-ધર્મ તો કાયમ રહે છે. તેમ જ, પ્રભુ સર્વ દ્રવ્યના, ગુણ-પર્યાયોના તથા ભૂત-ભવિષ્ય-વર્તમાન આદિ કાલના વેત્તા(જ્ઞાતા) છે છતાં તેઓ ત્રણે વેદથી રહિત હોવાથી અવેદી છે-એ વિસ્મયકારક બીના છે.
સ્વ. બાલાવબોધ : વલી ઉત્પાદ-વ્યયરૂપ ધર્મ કહે છેજીવ દ્રવ્યને વિષે જેટલા ગુણ છે તે સર્વ પોતાનું કાર્ય કરે છે અને ઉપાદાનરૂપ કારણ તેહી જ કાર્ય થાય છે.
ઈહાં કોઈ કહેશે જે- ‘પૂર્વ કાર્લ કારણ, પથાત્ કાલે કાર્ય'- એ તો જમાલીનો મત છે. જો કારણકાલ-કાર્યકાલ ભિન્ન હોય તો કારણકાલ વિનાશે, તદનંતર કાર્યકાલે કારણ વિના કાર્યોત્પત્તિ થાય અને કારણ વિના કાર્ય માનતાં અનેક દોષ થાય. તેવારેં ઘટૅ પટ-કાર્ય થાય, પટૅ ઘટ-કાર્ય થાય. માટે કારણ વિના કાર્ય નથી એટલે કારણભાવ તથા કાર્યભાવ-એ બે એક સમયેં છે-એ જૈનની શ્રદ્ધા છે.
શ્રી વિશેષાવશ્યક મ ઘણું વખાણ્યું છે. જો બાહ્ય ઉત્પન્ન કારણ-કાર્ય વિષે એક કાલતા છે તો સહજ અકૃત્રિમ કારણ-કાર્યતા એક સમયે જ હોય. તે માટે જીવનો કેવલજ્ઞાન ગુણ તે વિશેષભાવ સર્વ જાણે છે તિહાં, સર્વનું જાણવું-તે કાર્ય છે અને જ્ઞાન ગુણ જાણવા રીતેં પ્રવર્તે-તે કારણ છે. તેહ જ સમયેં કારણ કાર્યપણે પરિણમેં છે અને જ્ઞાન ગુણપણે સદા ધ્રુવ છે. | તેમ કેવલદર્શનાદિ ગુણ અનંતા છે તે સર્વ એ રીતેં પરિણમે છે. કારણતા-વ્યય, તિહાં જ કાર્યતા-ઉત્પાદ, કાર્યતા-વ્યય તિહાં જ કારણતા-ઉત્પાદઈમ સર્વ દ્રવ્યને વિષે ઉત્પાદ-વ્યય ધર્મ છે.
ઈહાં કોઈ કહે છે જે-ઉત્પાદ-વ્યય સ્વતઃ નથી, પર-પ્રત્યયી છે. એમ કહે છે તે તેની ભૂલ છે. જે પ૨-પ્રત્યયી ધર્મ તે લક્ષણ ન થાય, લક્ષણ તે સ્વ-ધર્મનું જ થાય.
Jain Education International
For Personal & Private Use Only
| ૧૨૪.
www.jainelibrary.org