________________
આનંદ માણી રહ્યો છે, પરંતુ તે ભોગોને તો જગતના સર્વ જીવોએ અનંત અનંત વાર ભોગવ્યા છે. તેથી આ સર્વ પુદ્ગલ-રાશિ એ જગતના જીવોની એંઠ સમાન છે અને એ પુદ્ગલ-રાશિ વિનાશી સ્વભાવની છે માટે આ જડ પદાર્થો ભોગવવા યોગ્ય નથી.''
“હંસ જેવું પ્રાણી પણ વિષ્ટાદિ મલિન પદાર્થોમાં કદી પોતાની ચાંચ નાખતું નથી તો હે ચેતન ! તને આ અશુભ મલિન યુગલોનો ભોગ કરવો કેમ ઘટે ? માટે આ સર્વ પર-ભાવનો ત્યાગ કરી અને આત્માનંદી ગુણ-લયી અને સર્વ સાધકોના પરમ ધ્યેયરૂપ શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લઈ તેમના ધ્યાનમાં તન્મય બની જા--એકતાન બની જા.' '
‘દાન, લોભ, ભોગ વગેરે આત્માની જ શક્તિઓ છે. આત્મા પ્રત્યેક ક્ષણે કંઈક ને કંઈક ભગવે જ છે પણ સ્વરૂપનો લાભ થયો ન હોવાથી એ વિનાશી પુદગલોના ધર્મો(શબ્દાદિ વિષયો)નો ભોગી બન્યો છે અને આ પર-ભોગ જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી તેને પોતાની પ્રભુતા પ્રાપ્ત થતી નથી.''
સ્વ-પ્રભુતાને પ્રગટ કરવા સંપૂર્ણ પ્રભુતામય અરિહંત પરમાત્માનું આલંબન લેવું જ પડે છે. જડના સંગને છોડી આત્મા જેમ-જેમ જિનેશ્વર પ્રભુના ધ્યાનમાં વધુ એકાગ્ર બને છે અર્થાત્ પોતાની ક્ષયોપશમભાવની ચેતના અને વીર્ય-શક્તિ દ્વારા જેમ-જેમ અરિહંતની શુદ્ધતામાં તન્મયતા-રમણતા સધાય છે તેમ-તેમ સાધકને પોતાના શુદ્ધ-સ્વરૂપનાં સ્મરણ, ચિંતન અને ધ્યાન સિદ્ધ થતાં જાય છે.' '
શુદ્ધ નિમિત્તના આલંબનથી ઉપાદાન-શક્તિ જાગ્રત થયા પછી આત્મા પોતાના શુદ્ધ- સ્વરૂપમાં શ્રદ્ધા અને જ્ઞાનસહિત રમણતા કરી તેમાં તન્મય બને છે ત્યારે સંપૂર્ણ સ્વાધીન, અનંત, અક્ષય, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને અવ્યાબાધ-સુખ(આનંદ) પ્રગટે છે. પછી આત્મા આદિ-અનંત કાળ સુધી પૂર્ણપણે પ્રગટેલા એ ગુણ-રાશિમાં જ રમણતા કરતો તેનો જ ભાગ કરે છે.' '
આ પ્રમાણે પ્રભુ સાથે આત્માનુભવના અભ્યાસપૂર્વક તન્મયતા થવાથી પ્રભુનું એકાન્તિક-આત્યંતિક મિલન થઈ શકે છે. જ્ઞાનાદિ સ્વ-પ્રભુતાની પ્રાપ્તિ જ પ્રભુ સાથેનું મિલન છે. આ સ્તવનમાં બતાવેલી ‘રસીલી-ભક્તિ’ એ પ્રભુ-મિલનનો પ્રધાન ઉપાય છે. કારણ કે તે આત્માર્પણ, સમાપત્તિ(ધ્યાતા-ધ્યય-અને ધ્યાનની એકતા), અનુભવ-દશા, પરા-ભકિત કે અભેદ-પ્રણિધાન સ્વરૂપ છે. આત્માર્પણ આદિના સ્વરૂપને જાણનાર સાધક આ ર . રહસ્યને સરળતાથી સમજી શકે છે.
પ્રભુની એકત્વ-મિલનરૂપ ‘રસીલી-ભક્તિ' એ જ સર્વ STOP આગમોનું, અધ્યાત્મ-શાસ્ત્રોનું કે યોગ-શાસ્ત્રોનું રહસ્ય છે. તેના દ્વારા આત્મ-અનુભવની પ્રાપ્તિ ખૂબ જ સરળ અને શીવ્ર બને છે."
અસંખ્ય યોગોમાં નવ-પદ મુખ્ય યોગ છે. એના આલંબનથી : આત્મ-ધ્યાન સહજ રીતે પ્રગટે છે. નવ પદોમાં પણ અરિહંત-પદ મુખ્ય છે. અરિહંતના ધ્યાનથી નવ પદોનું ધ્યાન સિદ્ધ થાય છે માટે અરિહંત પ્રભુની પરા-ભક્તિ એ જ સર્વ યોગોનો સાર છે.
શ્રી અરિહંત પરમાત્મા પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી ‘પરમેશ્વર’ છે. પોતાના જ પૂર્ણ શુદ્ધ સ્વરૂપના કર્તા-ભોક્તા છે. રાગાદિ દોષોથી રહિત હોવાથી ‘અલિપ્ત’ છે, કોઈની સાથે તેઓ ભળતા નથી. તેમના ધ્યાનમાં તન્મય-તતૂપ બનનારનું તેમના જેવું જ પૂર્ણ શુદ્ધ-સ્વરૂપ પ્રગટે છે.
આ ચાર મુદ્દાઓ દ્વારા જૈન-દર્શનમાન્ય પરમાત્મ-તત્ત્વનું મહાન રહસ્યમય સ્વરૂપ સ્વાદુવાદ શૈલીથી અહીં બતાવેલ છે તેને સંક્ષેપથી વિચારીએ –
(૧) નિશ્ચય-નયની અપેક્ષાએ અરિહંત પરમાત્મા અન્ય જીવોના મોક્ષના કર્તા નથી પરંતુ પોતાના પૂર્ણ શુદ્ધ-સ્વરૂપના કર્તા છે.
પોતાની જેમ અન્ય જીવોનો મોક્ષ પણ સાધી શકાતો હોત તો પરમ ભાવ-કરુણાના ભંડાર અને ‘સવિ જીવ કરું શાસન રસી'ની ઉત્કૃષ્ટ ભાવનાવાળા તેઓ એક પણ જીવને મોક્ષ-સુખથી વંચિત રહેવા દેત નહિ ! પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે દરેક ભવ્ય જીવને મોક્ષ મેળવવા માટે જાતે પુરુષાર્થ કરવો પડે છે. તેમાં પરમાત્માનું પૂર્ણ શુદ્ધ-સ્વરૂપ સર્વ ભવ્ય જીવોને પોતાના શુદ્ધ-સ્વરૂપની પ્રાપ્તિના પ્રબળ પુરુષાર્થમાં મહાન પ્રેરક બને છે. | (૨) વ્યવહારની અપેક્ષાએ અરિહંત પરમાત્મા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં પુર નિમિત્ત છે. તેમનાં આલંબન-સ્મરણ-ચિંતન-ધ્યાન વિના કોઈ પણ આત્મા પોતાના શુદ્ધ-સ્વરૂપને ઓળખી કે અનુભવી શક્તો નથી તો મોક્ષ-પ્રાપ્તિની વાત જ ક્યાં રહી?
એટલું જ નહિ પણ સમ્યગુ-દર્શનાદિ સર્વ ઉચ્ચ ભૂમિકાઓની પ્રાપ્તિ પણ શ્રી અરિહંત પરમાત્માની કૃપાથી જ થાય છે માટે સર્વ સગુણ, સંપત્તિઓ અને યાવત્ મોક્ષ-સુખના દાતા શ્રી અરિહંત પરમાત્મા છે.
આ રીતે પ્રભુનું પુષ્ટ ‘નિમિત્ત-કર્તુત્વ' મુમુક્ષુ સાધકોની આત્મ-સાધનામાં અતિશય ઉપકારક છે. પ્રભુના નિમિત્ત-કર્તુત્વ વિના સાધકના જીવનમાં સંભવિત અહંભાવ ‘મારા પુરુષાર્થથી જ આગળ વધી રહ્યો છું.’’ એવું અભિમાન દૂર થવું શક્ય નથી.
આવાં અનેક ભયસ્થાનોથી બચવા અને મોક્ષ-લક્ષી સર્વ સાધનાઓનાં વાસ્તવિક ફળને પામવા જીવનમાં કૃતજ્ઞતા અને નમ્રતા ગુણ કેળવવો અનિવાર્ય છે અને તેમાં ઉત્તરોત્તર વિકાસ પરમાત્માની આદર-બહુમાનપૂર્વક સેવા-ભક્તિ કરવાથી જ થાય છે. આમ પ્રભુનું નિમિત્તકર્તુત્વ માનવું-સ્વીકારવું અતિ આવશ્યક બની રહે છે. નિશ્ચય-દષ્ટિને લક્ષ્યમાં રાખી જે પુણ્યાત્મા વ્યવહારના પાલનમાં તત્પર બને છે તે ભવ-સમુદ્રનો શીધ્ર પાર પામી શકે છે.
અરિહંત પરમાત્મા પૂર્ણ શુદ્ધ-સ્વરૂપને પામેલા હોવાથી કોઈના ઉપર રાગ-વશ અનુગ્રહ કે દ્વેષ-વશ નિગ્રહ કરતા નથી છતાં ભવ્ય જીવોને પ્રભુ-આજ્ઞાની આરાધના કરવાથી મોક્ષ-પ્રાપ્તિરૂપ અનુગ્રહ અને પ્રભુ-આજ્ઞાની વિરાધના કરવાથી ભવ-ભ્રમણરૂપ નિગ્રહ અવશ્ય થાય છે.
સુજ્ઞ જિજ્ઞાસુ સાધકોએ સદ્ગુરુના સમાગમ દ્વારા આ સ્યાદ્વાદના સૂક્ષ્મ સ્વરૂપને સ્પષ્ટ રીતે સમજી તેનો સદુપયોગ શાસ્ત્રોનાં સૂક્ષ્મગહન તત્ત્વોના રહસ્યને જાણવા અને જીવનમાં અનુભવવા માટે કરવો જોઈએ !
Jain Education International
For Personal & Private Use Only
( ૧૧ ૨
www.jainelibrary.org