________________
"DAR
UNDIVITIE
s
14 જાતિનrg/ મg?ગાહિતી નિયમાન
* સંતquiડમની છા
નજાતિ સમાજ
વન
પાન
s
ER
मानवलकोलमे
લાકમાં 28
]
11
h
कमरेखाटारमा
બ્રાઝી"talaalap
ચોથા સ્તવનનો સાર.... શ્રી અરિહંત પરમાત્મા સાથેની રસીલી(એ કત્વમિલનરૂપ) ભક્તિને ‘પરા-ભક્તિ” પણ કહે છે. પ્રાથમિક અવસ્થામાં સ્વામી-સેવકભાવથી જે ભક્તિ થાય છે તે ‘અપરાભક્તિ' કહેવાય છે. અને તે અપરા-ભક્તિના આલંબનથી ‘પરમાત્મા એ જ હું છું’– એવી એકતા પ્રગટે છે તે ‘પરાભક્તિ' કે “રસલી-ભક્તિ' કહેવાય છે.
પર-પુદ્ગલ પદાર્થોની આસક્તિ છોડવાથી જ પ્રભુ સાથે એકતા-તન્મયતા પ્રગટે છે. પુગલ-પદાર્થોનો ભોગી કદી પણ શુદ્ધ-તત્ત્વ સાથે-પરમાત્મા સાથે એકતા સાધી શક્તો નથી. - જો કે અરિહંત પરમાત્માનું એકત્વ-મિલન થવું ઘણું જ દુષ્કર છે કેમ કે પ્રભુ અને આપણી વચ્ચેનું અંતર ઘણું મોટું છે. જેમકે
પ્રભુ નિષ્કર્મા પરમાત્મા છે...આપણે પુદ્ગલ-ભોગી બહિરાત્મા છીએ... | પ્રભુ પરમોત્કૃષ્ટ અને સંપૂર્ણ સ્વાધીન એશ્વર્ય(અનંત ગુણ-પર્યાય)થી યુક્ત છે...આપણે વિશિષ્ટ શ્રુત-જ્ઞાનાદિથી રહિત ભાવ-દરિદ્રી છીએ.
પ્રભુ કર્મના લેપથી રહિત હોવાથી અલિપ્ત છે. આપણે કર્મ-મલથી લેવાયેલા હોવાથી લિપ્ત છીએ.
પ્રભુના (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ સંપૂર્ણ શુદ્ધ થયેલ છે.
આપણા (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ અશુદ્ધ છે. | [(૧) દ્રવ્ય : ગુણ-પર્યાયનો સમુદાય (૨) ક્ષેત્ર : પ્રદેશઅવગાહના (૩) કાળ : ઉત્પાદ-વ્યયની વર્ણના (૪) ભાવ: સ્વ ગુણ-પર્યાયની પ્રવૃત્તિ.] - આ રીતે પ્રભુ અને આપણી વચ્ચે મહાન અંતર પડેલું છે એટલે પરસ્પર મિલન થવું મુશ્કેલીભર્યું છે એટલે કે એ અંતરનો છેદ ભગીરથ પુરુષાર્થથી શક્ય છે. અરિહંત પરમાત્મા શુદ્ધ આત્મ-સ્વરૂપ છે, નિત્ય છે, નિર્મળ(કર્મમળથી રહિત) છે અને નિઃસંગ(સર્વ સંગ-રહિત) છે.
પ્રભુ કેવલજ્ઞાનાદિ સ્વશુદ્ધ-સ્વરૂપના સ્વામી તથા પરમાનંદના ભોગી હોવાથી અન્ય કોઈની સાથે મળતા નથી એ હકીકત છે છતાં જેને સ્વ આત્મ-સંપત્તિ પ્રગટ કરી પ્રભુ સાથે મળવાની-એકતા સાધવાની તીવ્ર રુચિ હોય તેણે જિનાગમોમાં કહેલા ઉપાયોનું રહસ્ય જાણી તેનું આદરપૂર્વક આસેવન કરવું જોઈએ. - આ રહ્યા તે ઉપાયો : જીવમાં પુદ્ગલના યોગથી પરમાં પરિણમન કરવાની જે કુટેવ અનાદિ કાળથી પડેલી છે તે કુટેવને મુમુક્ષુ જીવોએ સૌ પ્રથમ દૂર કરવી જોઈએ અને તે માટે વૈરાગ્યજનક હિત-વચનોથી શિક્ષા આપી આત્માને કેળવવો જાઈએ. - જેમ કે, “હે ચેતન ! તારું સહજ આત્મિક સુખ કર્મથી આવૃત્ત હોવાથી તે પુગલના ભાગમાં આસક્ત બની તેમાં
ii. 37995
નાતન 1 CHIT.
साभारिश
SN
તન્નર
l
Akes પ્રિ દEદહેa*
Ursonal & Private Use Only
(3)
www.jainelibrary.org