________________
जिम जिनवर आलंबने, वधेमधे एकतान हो मित्ता तिम दिम आत्मालंबनी, ग्रहे सरूप निदान हो मित॥
क्यु.॥णा
अर्थ : उक्त रीति से अभ्यास करते हुए जिनेश्वर परमात्मा के आलम्बन में जैसे जैसे साधक की एकाग्रता बढ़ती जाती है, वैसे वैसे प्रभु के साथ साधक की तन्मयता सिद्ध होती जाती है और उसके द्वारा साधक स्वरूपालंबी बन कर स्वरूप-प्राप्ति के मूल कारण सम्यग्दर्शनादि गुणों को प्राप्त करता है । अर्थात् वह साधक आत्मस्मरण, आत्मचिन्तन ओर आत्मध्यान में लीन बनता हैं ।
અર્થ : ઉપર્યુક્ત રીતે અભ્યાસ કરતાં જિનેશ્વર પરમાત્માના આલંબનમાં જેમ-જેમ સાધકની એકાગ્રતા વધતી જાય છે તેમ-તેમ પ્રભુ સાથે (સાધકની) તન્મયતા સિદ્ધ થતી જાય છે. અને તેના દ્વારા સાધક સ્વરૂપાલંબી બની સ્વરૂપ-પ્રાપ્તિના મૂળ કારણ સમ્યગ્ન-દર્શનાદિ ગુણોને પ્રાપ્ત કરે છે એટલે કે તે સાધક આત્મ-સ્મરણ, આત્મ-ચિંતન અને આત્મ-ધ્યાનમાં લીન બને છે.
સ્વો. બાલાવબોધઃ ઈમ કરતાં જેમ-જેમ સાધક જે આપણો જીવ, તે શ્રી જિનવર દેવની તત્ત્વ-પ્રભુતાને આલંબને વધે કહેતાં સર્વ ક્ષયોપશમી ચેતના વીર્ય-રમણ અરિહંતની શુદ્ધતામાં તન્મયપણે થાય. એકતાન કહેતાં એકત્વપણું સધ-નિપજે એટલે સકલ પર-ભાવથી ટલીને એક નિષ્પન્ન પરમાત્માને સ્વરૂપે ચેતના વ્યાપ્ત થાય તેમ-તેમ એ સાધક જીવ પોતાનો આત્મા કાર્યરૂપ, તેહનેં સ્વરૂપનેં આલંબે ઉપાદાન સ્મરણ-ચિંતન-ધ્યાનરૂપ થાય તેવારે એક સ્વરૂપનું નિદાન કહેતાં મૂળ કારણ ગ્રહ - અંગીકાર કરે.
।। इति सप्तमगाथार्थः ।। ७ ।।
www.jainelibrary.org
Jain Education International
For Personal Private Use Only
१०७