SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ शुद्ध निमित्ती प्रभु ग्रहो, करी अशुद्ध पर हेय हो मिन्त । आत्मालंबी गुणरूयी सहु साधकनो ध्येय हो मित्त। क्युं ॥६॥ अर्थ : पर-भौतिक पदार्थ अशुद्ध होने से उनका त्याग करके आत्मा में ही रमण करने वाले स्वगुणावलंबी और सर्व साधकों के ध्येय (आराध्य) रूप शुद्ध-निमित्ती श्री अरिहन्त परमात्मा का आलम्बन लेना चाहिए । અર્થ ઃ ૫૨ ભૌતિક-પદાર્થો અશુદ્ધ હોવાથી તેનો ત્યાગ કરીને આત્મામાં જ રમણતા કરનાર, સ્વ-ગુણાવલંબી અને સર્વ સાધકોના ધ્યેયરૂપ-આરાધ્યરૂપ શુદ્ધ-નિમિત્તી એવા શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લેવું જોઈએ. સ્વો. બાલાવબોધ : માટે પર-ભોગીપણું અશુદ્ધ-નિમિત્ત જે પુદ્ગલાદિક તેને તજીને શુદ્ધ નિઃકર્મા પૂર્ણાનંદરૂપ પ્રભુને અવલંબો ! એટલે એ આત્માને વિષે પરાનુયાયિતાપણું છે તે ટાલવાને માટે પ્રથમ અશુદ્ધાલંબન તજીને અરિહંતાલંબની થવું. તેથી શુદ્ધ-નિમિત્તી, જે નિમિત્ત નિયામકી કારણ છે તે પ્રભુને ભજો સેવો પણ સર્વ ૫૨-વસ્તુ અશુદ્ધ, તે હેય કહેતાં તજવારૂપ કરીને એટલે સર્વ પર-ભાવ ત્યાગ કરીને પ્રભુને ભજો ! ते प्रभु हवा छे ? જે આત્માલંબી કહેતાં સર્વપણે પોતાના આત્માને અવલંબ્યા છે એટલે પોતાના આત્માને વિષે જ તન્મય થયા છે તથા ગુણલયી કહેતાં ગુણને વિષે લય કહેતાં વિશ્રામ જેહનો છે. वसी, श्री वीतराग-तत्त्व हवु छे ? સર્વ મોક્ષને નિપજાવનારા સાધક એહવા જે સમ્યગ્દષ્ટ-દેશિવરતિ-સર્વવિરતિ-શ્રેણિના વાસી-ધ્યાનારૂઢ-જીવો, તેને ધ્યેય છે એટલે સર્વ આત્માને શ્રી સિદ્ધ પરમાત્મા ધ્યેય છે. ધ્યાન બે પ્રકારનું છે, એક સાલંબન, બીજું નિરાલંબન. તેમાં જે અરિહંત-સિદ્ધનું તત્ત્વ-સ્વરૂપ અવલંબીને ધ્યાન કરવું તે સાલંબન ધ્યાન છે. તેણે શ્રી અભિનંદન પ્રભુ સર્વને ધ્યાવવા યોગ્ય છે. Jain Education International ।। इति षष्ठगाथार्थ: ।। ६ ।। For Personal & Private Use Only ૧૦૬ www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy