________________
80
પર્શવજયજી કૃત
વિંઝે ચામર પાસ, છત્ર ધર્યું શિર ઉપરેજી; નોબતી ગડગડે છંદી, ચોટે ચાલે ઈણી પરે જી. દેખી નારીચરિત્ર, ધનદેવ ચિતે ઇણે સમે જી; વલર્ચે જબ એ નારી, તબ વલણ્યું હું અનુક્રમે છે.” જોતો ઓચ્છવ તેહ, શ્રીપુંજ શેઠ ઘર આંગણો જી; ઉભો તોરણ તેહ, દીસે તે રળિયામણો જી. ઇણ અવસર વરરાય, તુરંગ ચઢ્યો સોહે ઘણું જી; વસુદત્ત સૂત શ્રીપૂંજ શેઠનું સોહાવે આંગણું જી. લોક તણી ભીડાભીડ, જોવા મીલીયો છે ઘણો જી; થંભ તે ડગીયો તામ, તીખી ધાર તોરણ તણો જી. પડીયો ત્રીછો તેહ, ભવિતવ્યતા જોગે કરી જી; લાગો તે ઉત્તમાંગ, વર તતકાલ ગયો મરી જી. વસુદત પરિજન જેહ, તેહ શોકાતૂર બહુ થયો છે; રોવે સવી પરિવાર, શિર કૂટે પીટે હીયો જી. સહુ ગયો તે નિજ ઘેર, હવે શ્રીપુંજ ચિત્ત ચિંતવે જી;
સ્સો આવ્યો અંતરાય?, કહો હા! સ્યુ કરીઈ હવે જી? શી ગતિ હોસ્ય ધૂય?', ખેદ કરે ચિત્ત આપણે જી; નિજ પરિવારને સાથ, ચિંતવે અણી પરે ડહાપણે જી.
યત: प्रारब्धमन्यथा कार्य, दैवेन विदधेऽन्यथा। को वेत्ति प्राणीनां प्राच्य-कर्मणां विषमां गतिम् ।।१।।
૧. ઉત્સવમાં. ૨. તિરછો, આડો. ૩. દીકરીની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org