SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવ રાસ દૂહા અભિનવ પરણી નારીસ્યું, ભોગવે નવલા ભોગ; ભાવી ભાવના યોગથી, સરીખો મીલ્યો સંજોગ. સ્વેચ્છાચારી નારિ તે, પહેલી સરીખી એહ; ચિત્ત સંતોષ ન ઉપનો, ધનદેવનેં તિહાં રેહ. મન ચિંતે ‘નિરભાગ્ય હું, ઘર ઉઠ્યો ગયો રત્ન; તિહાં પિણ ભાવી ભાવથી, લાગિ બહુતિ અગન્ન.’ તાસ પરિક્ષા કારણે, જોવે તાસ ચરીત્ર; એક દીન બેઠો ધ્રુજતો, નારીનેં કહૈં ઇંણ રીતિ. ‘સીતજ્વર મુઝ આવિયોજી, બેસી ન સકું તેણ; વહેલી સજ્યા પાથરો, સયન કરુ હું જેણ.’ પ્રગુણ કરી સજ્યા તિષ્ણે, ધનદેવ સૂતો જાંમ; પાવરણા સીરખ પ્રમુખ, ઓઢાડ્યા તસ તાંમ. ઢાલ : ૮, ઝાંઝરીયાની દેશી. છે તિણ સમેં સૂરજ આથમ્યો જી, રાતિ થયો અંધકાર; આચ્છાદે સવી દોષને જી, ઘુહડ કરે દ્યુતકાર. સોભાગી સયણા! સાંભલો નારિ ચરિત્ર-આંકણી. ઘોર નાદે કપટે કરી જી. ઉંઘે સિંહા ધનદેવ; તવ મોહટી લઘુને કહે જી, ‘સાંભલ રે તું જેવ. તું *પરવાર ઉતાવલી જી, આપણે છે બહુ કામ’; તવ તે કામ ઉતાવલી જી, કરીને પ્રગુણી થઇ તામ. ઘોર નિંદ્રા આવ્યો વહી જી, જાણે છે દોય નારી; ઘરમાંથી તે નિંકલી જી, ઘર ઉદ્યાન સહકાર. ૧. ચાદર. ૨. રજાઇ. ૩. હવે, અત્યારે. ૪. કામ પુરુ કરી નવરી થા. Jain Education International For Personal & Private Use Only ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૮ સોભાગી ૯ સોભાગી ૧૦ સોભાગી 77 www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy