SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવરાસ 13 ઈમ બહુમાને જિનવર પ્રણમી, બેઠો તિણ હી જ ઠામ; વણિકપૂત્ર ઈણે અવસરે આવ્યો, ધનદેવ તેહનું નામ. ૯ જિનવર૦ તે પણી પરમાતમ પ્રણમીને, મનમાં ઉલસિત થાવે; મદન ને ધનદેવ રંગમંડપમાં, હરખે બીહુ જણ આવે. ૧૦ જિનવર૦ પૂછે ધનદેવ સ્નેહ ધરીને, સાધર્મિક તસ જાણી; “ભદ્ર! તમે આવ્યા કહો કાંઠાથી?, જિનમુખ જોવા જાણી. ૧૧ જિનવર૦ દુખ હૃદયમાં તુચ્છ બહુ દેખું, તવ ચિંતે તે એમ; કોઈ મહાતમા મુઝને પૂછે, આણી બહૂલો પ્રેમ.” ૧૨ જિનવર૦ બોલ્યો મદન “ભદ્ર! હું આવ્યો, નગર સંકાશથી જાણી; દુઃખ કારણ મુઝ રીદયનું પૂછ્યું, તે સાંભલ ગુણખાણી!. ૧૩ જિનવર૦ વાત લજ્યા જેવી છે તો પણી, તુમવું દરીસણ દેખી; સ્નેહ ઘણો દીઠો તિણે ભાખું, બીજુ સર્વ ઉવેખી.” ૧૪ જિનવર૦ નિજ વૃત્તાંત સરવે તિણે ભાખ્યો, ધનદેવ બોલ્યો તે હારે; કેટલું મુઝ દુઃખ આગલી તાહરુ, તુઝથી અધિક દુઃખ માહરે. ૧૫ જિનવર૦ મારી વાત ઘણી અચરીજની, સુણતા વિસ્મય થાય; ભાર્યા માહરી તુઝથી અધિકી, સુણતા તુઝ દુઃખ જાય.” ૧૬ જિનવર૦ મદન કહે “કહો તુમ્હ ભાર્યાની, વાત તે વિસ્મયકારી'; ધનદેવ કહે તે કહઈ “સુણજ્યો, હર્ષ ઘરી નર-નારી.” ૧૭ જિનવર૦ પદવિજય કહી મદનરાસમાં, રૂડી છઠ્ઠી ઢાલ; હવે કહું જે ધનદેવ કેરી, વાત ઘણું સુરસાલ. ૧૮ જિનવર૦ ૧. સાથે, જોડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy