SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 58 પૂર્વ ઢાલઃ મદન વારે પણિ નવી રહે, કોપ ને અભીમાન રે લો અહો કોપ૦; રાખી પ્રચંડા નારિને, પાસે ગામને થાન રે લો અહો પાસે. એક-એક દિનના નીયમથી, રહે મદન તિ વારે રે લો અહો રહે૦; મદન તે નીયમ ચૂકે નહી, ઈમ કરતા કિ વારે રે લો અહો ઈમ૰. કારણ કોઈક પામીને, પરચંડા ગેહ રે લો અહો પરચંડા૦; એક દિન અધીકો તિહા રહ્યો, ધરી તામ સનેહ રે લો અહો ધરી૦. આવ્યો ચંડાને ઘરે, કણ ખાંડતી તેહ રે લો અહો કણ૦; આવતો દીઠો નીજ પતિ, ક્રોધે ભરી દેહ રે લો અહો ક્રોધે. મુસલ નાખ્યુ સનમુખે, મુખિ ઈણી પરે ભાસે રે લો અહો મુખિ૦; ‘રે રે દુષ્ટ! અભાગીયા!, તુઝ નહી ઈંહા વાસરે લો અહો તુઝ. દૂષ્ટ પ્રચંડા તુઝને, ઘણુ પ્રાણ આધાર રે લો અહો ઘણુ૦; જા તેહને ઘરે સુખ થકી, રહેજે ધરી પ્યાર રે લો' અહો રહેજે. તે દેખી બીહતો અતી, નાઠો તેણી વેલા રે લો અહો નાઠો; થોડી ભુમીકા જઈ કરી, પૂઠે જોઈ `હેલા રે લો અહો પૂઠે. સર્પ ભયંકર દેખીઓ, ફણાટોપ વિશાલ રે લો અહો ફણા; સ્થૂલ મુસલ સમ આવતો, જાણીઇં મહાકાલ રે લો અહો જાણીઇં૰. નાઠો સવિશેષે વલી, પરચંડા પાસ રે લો અહો ૫૨૦; દીઠો તિણિě આવતો, નવી માઈં શાસ રે લો અહો નવી. પૂછે ‘કીમ ભયભ્રાંત તું?, આવ્યો તતકાલ રે લો’ અહો આ૦; મદન કહે ‘ચંડા ચરી, પૂંઠે તુ ભાલ રે લો’ અહો પૂંઠે. ૧. તરત જ. ૨. સ્થૂલ-મોટું. ૩. ચરિત્ર. Jain Education International For Personal & Private Use Only પદ્મવિજયજી કૃત ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy