SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 28 ઉડાડ્યા છે. તમારી જ ચિંતામાં મારો આખો દિવસ બગડે છે. ધર્મ આરાધના તો બાજુએ રહી વેપારમાં પણ મારું મન લાગતું નથી.’ ‘તમારી સાથે લગ્ન કરીને હું પસ્તાઉં છું. આના કરતા કોઈ હીનકૂલની કન્યા સાથે લગ્ન કર્યા હોત તો ય આટલી રામાયણ ન હોત.’ આ શબ્દોથી બન્ને સમસમી ઉઠી, પણ આજે તો હવે સામે બોલી શકાય તેમ ન હતું. કેટ-કેટલા દિવસોથી તમારા ત્રાસથી હું આકુળ-વ્યાકુળ બની ગયો છું. હવે તમે મારો અફર નિર્ણય સાંભલી લો.’ ‘નજીકના જ ગામમાં મારા પિતાજીનું બીજુ ઘર છે. એક ને ત્યાં રહેવાનું અને એકને અહીં, હું એક એક દિવસ તમારી સાથે વારાફરતી રહીશ.’ ‘સ્વામીનાથ!’ ‘ખબરદાર!... એક શબ્દ પણ મારે સાંભળવો નથી.’ મદને પોતાનો છેલ્લો ફેંસલો સંભળાવી દીધો. ‘ચંડા આ જ ઘરમાં રહેશે અને પ્રચંડા નવા ઘરમાં Jain Education International મદન-ધનદેવ થા આ રીતે બન્નેને અલગ પાડી મદન દિવસો પસાર કરવા લાગ્યો. એ રીતે બન્નેને પણ થોડી નિરાંત થઈ. મદનને પણ માનસિક શાંતિનો અનુભવ થવા લાગ્યો. મદન ક્યારેય ક્રમ ચૂકતો નહીં, એક દિવસ ચંડાને ત્યાં અને એક દિવસ પ્રચંડાને ત્યાં, એક દિવસની વાત છે. કોઈક કારણોસર મદન પ્રચંડાના ઘરે એક દિવસ વધુ રોકાયો. બીજા દિવસે ચંડાને ત્યાં જવા નીકળ્યો. રસ્તામાં મદનને ખૂબ ભય હતો. ‘આજે ચંડા મારા પર કોપિત થશે.’ ‘મારે આજે ઘણું સાંભળવું પડશે.’ મારો નાનકડો પ્રમાદ આજે મોટા ઝઘડાનું કારણ બનશે.’ ગભરાતો ગભરાતો મદન ચંડાને ઘરે પહોંચ્યો. - ચંડા એ વખતે ઘરે અનાજ ખાંડતી હતી. જેવો મદને ઘરમાં પ્રવેશ કર્યો કે તરત જ ચંડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. For Personal & Private Use Only ‘નાલાયક! સ્ત્રીલંપટ! ચાલ્યો જા અહીંથી, શું મુખ બતાવવા આવ્યો છે? તને તો પ્રચંડા પર જ પ્રેમ છે ને? જા એના ઘરે. આ ઘરમાં પગ મૂક્યો છે તો તારી ખેર નહીં રહે.’ www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy