SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવ થા બન્ને પત્નીઓએ મદનના જીવનમાંથી આનંદ અને હર્ષ નામની વસ્તુ જ છીનવી લીધી. એક દિવસ તો ચંડા અને પ્રચંડાના ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. ‘સ્વામીનાથ! કાન ખોલીને સાંભળી લો કે’... પ્રચંડાની પ્રચંડ ત્રાડે મદનને ધ્રુજાવી નાખ્યો. ‘કે?’.. મદન ગભરાતા સ્વરે બોલ્યો. ‘આ ઘરમાં કાં તો હું રહીશ અને કાં તો ચંડા’... મદન કાંઈ જવાબ આપે એ પહેલા ચંડા ગર્જી ‘તું પણ સાંભળી લે, તારે જ્યાં જવું હોય ત્યાં જા, હું આ ઘર છોડવાની નથી, આ ઘર મારું જ છે અને મારું જ રહેશે સમજી.’ ‘તમારે આને કાંઈ કહેવાનું છે?' પ્રચંડા મદનને ખખડાવવા લાગી. ‘જોઈને એની નીચતા? નાલાયકતા? અત્યાર સુધી એ જેમ વર્તી એમ વરતવા દીધી એનું આ પરિણામ છે. માત્ર રૂપમાં જ મોહાઈ જઈ બાકીના બધા દોષોને ગૌણ કરી દેવાની ખતરનાક ભૂલ તમે કરી છે. અને એની સજા હું ભોગવું છું.’ Jain Education International 1271 ગધેડો ગમે તેટલો ધોળો હોય પણ એના દોષો રૂપથી ઢંકાતા નથી.’ પ્રચંડાના આગ ઝરતા તીખા શબ્દોએ ચંડાને નખશિખ સળગાવી દીધી અને છેલ્લે બોલાયેલા વ્યંગ વાક્યે તો ચંડા ઉકળતા તેલની જેમ બળી ઉઠી. પ્રચંડા!... શું સમજે છે તારા મનમાં?’ બન્નેના કેટલાય સમયથી ચાલતા સંક્લેશથી મદન ત્રાહિમામ્ પોકારી ચૂક્યો હતો. એમાં પણ આજના આ મહાભારતથી તો મદનની પરેશાની હદપાર થઈ ગઈ. મદનને પણ લાગ્યું આ ઝઘડાનો આજે હંમેશા માટે અંત લાવવો જ પડશે. અને મદને ઝઘડાને પૂર્ણ વિરામ આપવા હિંમત કરી ત્રાડ પાડી. ખબરદાર! હવે બન્નેમાંથી એક પણ એક અક્ષર પણ બોલી છો તો!’... લગ્ન પછી મદનનું અતિરૌદ્ર સ્વરૂપ પ્રથમ જ વખત જોઈ બન્ને ડઘાઈ ગઈ. ‘એક અક્ષર પણ બોલવામાં હવે મજા નથી.' એવુ મદનના આ એક જ વાક્યે સમજાવી દીધું. ‘તમને બન્નેને નાક જેવું કાંઈ છે કે નહીં? રોજ-રોજના તમારા બન્નેના ઝઘડાએ મારા કુળની પ્રતિષ્ઠાના ધજાગરા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy