SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવરાસ 103 ૧૦ દેખો ૧૧ દેખો. ૧૨ દેખો ૧૩ દેખો. ૧૪ દેખો. રતનમાલા રાણી તણે રે, અંગે જ્વર અશરાલ; ભૂખ ગઈ અન્ન નવી રૂચે રે, લવલે જ્યે મચ્છ જાલ. દાહ ઘણો અંગે થયો રે, બલતી ઝૂરે જોર; ખીણ પણી નિંદ્રા નવી લહે રે, થીર ન રહે ઈક ઠોર. મુખ કમલાણું માલતી રે, ફુલ તે જિમ કમલાય; રાજ્ય-વૈદ્ય બહૂ તેડીયા રે, વિકલપ બહુ કરે રાય. ઓષધ વિવિધ પ્રકારના રે, કરવા તેહ ઉપાય; મંત્રવાદી મંત્રે ઘણા રે, પણી તે ગુણ નવી થાય. રાણીને રોગ વ્યાપીઓ રે, વૈદ્ય જાણી અસાધ્ય; હાથ ખંખેરી ઉઠીયા રે, કોઈ ઉપાય ન લાધ. અનુક્રમે આયુ અથીરથી રે, છાંડ્યા તેણીઈ પ્રાણ; તવ આક્રંદ તે ઉછલ્યો રે, રોવે સહુ તિણ ઠાણ. રાય આંસુ ભર લોયણે રે, કરતો અનેક વિલાપ; ‘હા! દેવી! તું મુઝને રે, કિમ નવી આપે જબાપ?.” પોક મેલ્હી રાજા રે, બોલે રોતો વાણી; કકેલી દલ રાતડા(?) રે, હા! તુઝ ચરણ ને પાણી. નેત્ર તે કમલના દલ સમારે, ચંદવયણી મૃદુ બોલ; "કુંદ સુંદર દંત તાહરા રે, વિદ્યુમ અધર અમોલ. તુઝને કિંહ હવે દેખીસ્યુ રે?, ત્રીભુવન સુનુ આજ; ભાસ્ય તુઝ વિણું મુઝને રે,” ઈમ રોવે મહારાજ. ૧૫ દેખો ૧૬ દેખો. ૧૭ દેખો. ૧૮ દેખો. ૧૯ દેખો. ૧. અત્યંત. ૨. સ્થાન. ૩. હાથ. ૪. મચકુંદ, મોગરાનું ફૂલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy