________________
મદન-ધનદેવ રાસ
99
દૂહાઃ
દેવભવે પ્રીત જ ઘણી, કરતા કાર્ય અશેષ; તિહાંથી ચવી હવે ઉપના, તે સાંભલો સુવિશેષ. ઢાલ: ૧૬, કરકંડુનો વંદના હું વારી લાલ - એ દેશી. મદન-જીવ હવે ઉપનો હું વારી લાલ, મહાવિદેહમુઝાર રે હું વારી લાલ; નયર વિજયપુર સોહતું હું વારી લાલ, અલકાપુરી અનુહાર રે હું વારી લાલ. ૨ મદન સમરસેન તિહાં રાજીયો હું વારી લાલ, વિજયાવલી તસ નારી રે હું વારી લાલ; મણિપ્રભ નામે તે થયો હું વારી લાલ, સકલ કલા શિરદાર રે હું વારી લાલ. ૩ મદન જોવન પામ્યો એટલે હું વારી લાલ, પરણાવ્યો તસ તામ રે હું વારી લાલ; પલી દેખી પ્રતિબુઝીયો હું વારી લાલ, થાપ્યો સૂત નિજ ઠામ રે હું વારી લાલ. ૪ મદન, મણિપ્રભ રાજ્યને પાલતો હું વારી લાલ, વસ્ય કીધા બહુ રાય રે હું વારી લાલ; સામંત મંત્રીસર ઘણા હું વારી લાલ, પ્રેમે પ્રણમે પાય રે હું વારી લાલ. ૫ મદન કાલ ગયો ઈમ કેતલો હું વારી લાલ, ગજ ચઢીયો એક દિન રે હું વારી લાલ; રયવાડઈ નેકલ્યો હું વારી લાલ, કરી એકાગર મન્નરે હું વારી લાલ. ૬ મદન એક સરોવર મોટીકું હું વારી લાલ, કમલ વિકસ્વર માંહી રે હું વારી લાલ; ગગન તારાગણની પરે હું વારી લાલ, શોભે અતિશય ત્યાંહી રે હું વારી લાલ. ૭ મદન દેખી રમણિકતા ઘણી હું વારી લાલ, જોઈ રહ્યો ચરકાલ રે હું વારી લાલ;
પાયક પાસે અણાવિકે હું વારી લાલ, એક કમલ તતકાલ રે હું વારી લાલ. ૮ મદન, રાય ગયો હવે આગલે હું વારી લાલ, વલીઓ તે જ મગ્ન રે હું વારી લાલ; તેહ સરોવર દેખીયો હું વારી લાલ, શોભા ગઈ તે અલગ્ન રે હું વારી લાલ. ૯ મદન
૧. સફેદ વાળ. ૨. પાયદળ, સૈનિક. ૩. મંગાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org