________________
મધ્યકાલીન સાહિત્ય
વિક્રમની ૧૩મી સદીથી આ સાહિત્યનો ઉદ્ભવ થયો છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ્ય રચનાઓનું પ્રમાણ વિશેષ છે. સાહિત્યનું માધ્યમ ‘પઘ' હતું. રાસ સાહિત્યથી પ્રારંભ થયેલું સાહિત્ય જૂની ગુજરાતી-અપ્રભંશ અને પ્રાકૃતના પ્રભાવથી રચાયેલું છે અને લેખ ગુજરાતી ભાષાનો વિકાસ જાણવા મળે છે. વિષયોમાં કોઈ નવીનતા નથી પણ પરંપરા ગત વિષયોને અનુસરીને કવિઓએ પોતાની કવિત્વ શક્તિથી સમકાલીન ભાષામાં વિવિધ કૃતિઓ રચી છે. આ સાહિત્યમાં કાવ્ય પ્રકારોની સમૃદ્ધિ નોંધપાત્ર છે.
(A) સ્વરૂપલક્ષી કાવ્ય પ્રકારો : રાસ, ફાગુ, વિવાહલો, પ્રબંધ, પવાડો, ચર્ચરી વગેરે.
(B) વસ્તુલક્ષી કાવ્ય પ્રકારો : પૂજા, દેવવંદન, ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, આરતી વગેરે.
(C) ઉપદેશાત્મક કાવ્ય પ્રકારો : હિતશિક્ષા, સુભાષિત,
સજ્ઝાય.
(D) છંદમૂલક : ચોપાઈ, છપ્પય, સવૈયા, વસ્તુ, નિશાની, કવિત્ત. (E) સંખ્યામૂલક કાવ્ય પ્રકારો : વીશી, ચોવીશી, બત્રીશી, છત્રીશી, બાવની.
(F) પ્રકીર્ણ કાવ્ય પ્રકારો : સંધિ, ચંદ્રાઉલા, પટ્ટાવલી, સંવાદ, નિર્વાણ વગેરે જૈન સાહિત્ય કાવ્ય પ્રકારોની સંખ્યા ૧૦૮ છે. અત્રે નમૂનારૂપે પ્રકારની માહિતી નોંધવામાં આવી છે.
મધ્યકાલીન જૈન સાહિત્યનાં લક્ષણો નીચે પ્રમાણે છે. ઉપલબ્ધ રચનાઓને આધારે આ લક્ષણો પ્રાપ્ત થાય છે.
૪
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org