________________
| નિયુક્તિ : સૂત્રના અર્થની યુક્તિ દર્શાવનાર ગ્રંથ. દા.ત. ઓઘનિર્યુક્તિ - સાધુ સામાચારી વિશેના વિચારો દર્શાવ્યા છે. તેની રચના ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામીએ પ્રાકૃત ભાષામાં કરી છે.
ચૂર્ણિઃ સૂત્રના અર્થનું નિરૂપણ થાય છે. દા.ત. દશવૈકાલિક ચૂર્ણિ જિનદાસગણી. તેની રચના સૂત્ર નિયુક્તિ અને ભાષ્યને આધારે થાય છે.
ભાષ્યઃ સૂત્ર કથિત અર્થ જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યા હોય તેને સંક્ષિપ્ત રીતે રજૂ કરતી રચના દેવેન્દ્રસૂરિની ગુરુવંદન ભાષ્યની કૃતિ.
પ્રાચીન સાહિત્યમાં વિવેચન પ્રવૃત્તિની માહિતી પ્રાપ્ત થાય છે. વિશેષતઃ વ્યાખ્યાત્મક વિવેચનનો પ્રયોગ થયો છે. આ માટે ટીકા વૃત્તિ, સ્વોપજ્ઞ વૃત્તિ જેવા શબ્દ પ્રયોગો થયા છે. દા.ત. યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિ, આવશ્યક ટીકા – મલયગિરિજી, વંદારૂવૃત્તિ - દેવેન્દ્રસૂરિ. ઉવસગ્ગહરં લઘુવૃત્તિ – પાર્ષદવસૂરિ. મોટા ભાગની વિવેચન પ્રવૃત્તિ સંસ્કૃત ભાષામાં થઈ છે. સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિને લક્ષમાં રાખી વૃત્તિ સંસ્કૃતમાં પ્રાચીન સાહિત્યના વિષયોમાં તાત્ત્વિક રચાય છે.
સિદ્ધાંતો, આચારધર્મ, ઉપદેશપ્રધાન, વિધિ, વ્યાકરણ, યોગ, સિદ્ધાંત, સાહિત્ય અને ઈતિહાસનો સમાવેશ થાય છે.
દા.ત. આચાર પ્રદીપ-આ. રત્નશેખરસૂરિ. ઇતિ. ભરતેશ્વર બાહુબલિવૃત્તિ, શુભશીલગણી. દર્શન. સ્યાદવાદમંજરી-મલ્લિષેણસૂરિ. વિધિ. આચાર દિનકર વર્ધમાનસૂરિ. યોગ-યોગ શાસ્ત્ર-હેમચંદ્રાચાર્યસૂરિ. વ્યાકરણ પ્રાકૃત વ્યાકરણ - હેમચંદ્રસૂરિ. કથા - જ્ઞાતાધર્મ કથાસૂત્ર (આગમ) સિદ્ધાંત - અષ્ટક પ્રકરણ - હરિભદ્રસૂરિ. ઉપદેશ - શિલોપદેશમાળા. પ્રાચીન સાહિત્યના આ ગ્રંથો વિવિધ વિષયોના ઉદાહરણ નોંધવામાં આવ્યા છે. આ સાહિત્ય સમૃદ્ધ છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો વૈભવ નિહાળી શકાય છે. આ કાળના ઉમાસ્વાતિ વાચક, હરિભદ્રસૂરિ અને હેમચંદ્રાચાર્ય જાણીતા છે. ૧. ઇતિ. = ઇતિહાસ જૈન સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org