________________
કૃતિનો આરંભ ઈષ્ટદેવ - સરસ્વતી અને ગુરુની સ્તુતિથી કરવામાં આવે છે.
દેવ એટલે જૈન ધર્મના ૨૪ તીર્થકરોમાંથી કોઈ એક ભગવાનનું નામ નિર્દેશ સાથે ઉલ્લેખ થાય છે.
વિષયવસ્તુ પરંપરાગત હોવા છતાં સમકાલીન પ્રભાવથી નવા વિષયો સ્થાન પામ્યા છે. ૨૪ તીર્થકરો ગણધર, મુનિ ભગવંતો, રાજાઓ, શ્રેષ્ઠિઓ, સતી સ્ત્રીઓ, મહાપુરૂષો અને તીર્થસ્થાનો વિશે કાવ્યો રચાયાં છે. વસ્તુવિભાજન માટે ઠવણી, ભાસ, ઢાળ જેવા શબ્દપ્રયોગ પ્રાપ્ત થાય છે.
વર્ણનમાં પાત્રો, વિવિધ પ્રસંગો, તીર્થો, સ્થળ વગેરેનો સમાવેશ થાય છે. ધાર્મિક તહેવારોનો પણ વર્ણનમાં ઉલ્લેખ થયો છે. પાત્ર વર્ણન પરંપરાગત છે. આ વર્ણન માહિતીપ્રધાન પણ છે. વર્ણનની વિવિધતામાં ગામ, નગર, મંદિર, દીક્ષા, પ્રતિષ્ઠા, રથયાત્રા, જન્મોત્સવ, લગ્ન, સ્વર્ગારોહણ, યુદ્ધ, સમાજદર્શન વગેરેને કારણે કલાત્મક નિરૂપણ થાય છે.
સાંપ્રદાયિક સાહિત્ય હોવાને કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ધર્મોપદેશનું સ્થાન એક મહત્ત્વના લક્ષણ તરીકે ગણાય છે તો કલાની દષ્ટિએ મર્યાદા પણ છે. ધર્મોપદેશ કેવળ મનોરંજન માટે નથી પણ આત્મા કર્મની નિર્જરા કરીને મોક્ષના શાશ્વતસુખને પામે એવો પરમોચ્ચ આદર્શ સિદ્ધ કરવા માટે ઉપદેશ સ્થાન ધરાવે છે. મમ્મટે કાવ્ય પ્રકાશમાં કાવ્યનાં પ્રયોજનોમાં ઉપદેશનો સમાવેશ કર્યો છે. કાત્તા સંમિત, મિત્ર સંમિત અને પ્રભુ સંમિત એમ ત્રણ પ્રકારનો ઉપદેશ છે તેમાં ધાર્મિક સાહિત્યનો ઉપદેશ પ્રભુ સંમિત હોવાથી આત્માના કલ્યાણની ભાવનાથી સ્થાન પામ્યો છે. મિત્ર અને કાન્તા
જૈન સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org