________________
જાગી ઊઠ્યો સાથે માતાના “મારા એક પુત્રની દીક્ષાની છાબ હું ભરૂ' તે મનોરથને પૂર્ણ કરવા લાલો તત્પર થયો.
માતા કમળાબહેનની તબિયતને લક્ષમાં રાખીને નજીકનું જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યું. સં. ૨૦૦૦ના માગશર વદ-૧નું શુભ મુહૂર્ત નક્કી થયું. સૂર્યપુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાનો પ્રસંગ આવ્યો ન હતો. તેથી લોકોમાં ય અનેરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. દીક્ષાનો વરઘોડો માંગશર વદ૧ના દિવસે એક બપોરે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લોકોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષા પ્રસંગ સંપન્ન થયો. ભાઈ સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજીને નામે પૂ.આ.શ્રી વિજય-કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા, છતાં ય લોકો તો તેઓશ્રીને “લાલા મહારાજ' તરીકે જ ઓળખતા. આજે પણ સુરતનાં લોકો તેમને એ જ નામે ઓળખે છે. સંયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદપાંચમે તેમની વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ.ગુરુદેવના ધર્મરાજાના ગુણોનો સંક્રમ તેઓશ્રીમાં થયો. તેથી કટોકટીભર્યા પ્રસંગે વ્યવહારુ નિર્ણયો લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પઠન-પાઠનનો વાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો.
વડીલોની આજ્ઞાથી સં. ૨૦૦૯માં જાવાલથી ઉગ્ર વિહાર કરી અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ચાતુર્માસ કર્યું. કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાણી સાંભળવા ભાવિકોની અપૂર્વ ભીડ જામતી. વર્ણનીય પ્રસંગનું તાદશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરબોળ કરી દેવાની, હકીકતોને સચોટ અને સરળ
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org