________________
સિદ્ધિતપના અદ્વિતીય પ્રેરક પ્રભાવક અને
વચનસિદ્ધ મહાત્મા પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.
પુણ્યવંતા પુરુષોનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂર્યપુર (સુરત)ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવીનું ધર્મિષ્ઠ કુટુંબ રહે. ખીમચંદભાઈના બે પુત્રો : ચિમનભાઈ તથા ચૂનીભાઈ. સમજી લ્યો કે, રામલક્ષ્મણની અતૂટ જોડી. ચિમનભાઈનાં ધર્મપત્ની કમળાબહેન જાણે ધર્મલક્ષ્મીનાં સાક્ષાત અવતાર. એમની કુક્ષિએ ચાર પુત્રના જન્મ બાદ સં. ૧૯૮૪ના મહા સુદ-૬ના પુણ્યદિને એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનાં લક્ષણ પારણામાં એ લોકોક્તિ અનુસાર બાળપણથી જ તેમનું નામ પાડવામાં આવ્યું “સુરવિંદચંદ.” પૂર્ણ દેહલાલિત્ય અને શ્વેત વાનને કારણે તેઓ “લાલા' તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા-પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વાસિત થવા લાગ્યા. યોગાનુયોગે સં. ૧૯૯૩માં પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ.આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા.શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુરતવાડીના ઉપાશ્રયે ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી “લાલાનો આત્મા સંસારથી
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org