________________
પોતાનાં પૂર્વભવના પાપ-અંતરાય કર્મનો ઉદય છે. એમ માનીને શુભ ભાવથી સીમંધર સ્વામીના ગુણ ગાવામાં આવ્યા છે. નમૂનારૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવે છે.
સ્વસ્તિશ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જિહાં રાજે તીર્થંકર વશ તેને નામું શીશ, કાગળ લખું કોડથી. કાગળ / ૧ //
સ્વામી ગંધહસ્તિ સમગજતા, ત્રણ લોક તણા પ્રતિપાલ છો દિનદયાળ ||
મેં તો પૂર્વ પાપ કીધાં ઘણાં, જેથી આપ દર્શન રહ્યાં દૂર. કાગળ | ૫ |
ન પહોંચ્યું હજૂર કાગળ. કાગળ / ૯ // સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આત્માના છો આધાર ઉતારો ભવપાર. કાગળ / ૧૪ //
અહીં ભવપાર ઉતારવા માટે ભગવાનને વિનંતી કરવામાં આવી છે. (પા. ૩૫૫)
કવિ ઉદયરત્નનું આઠ ગાથાનું સ્તવન સીમંધર સ્વામીને વિનંતીરૂપે લખાયું છે. આરંભની પંક્તિમાં વિનંતીનો ઉલ્લેખ થયો છે.
વિનતિ માહરી રે સુણજો સાહિબા, સીમંધર જિન સાહિબા. ત્રિભુવન તારક અરજઉરે ધરો, દેજો દરિશણ રાજ વિનતિ / ૧ / ભક્તની વિનતિની પંક્તિઓ જોઈએ તો - ભવોભવ સેવારે તુમ પદ કમળની, દેજો દીન દયાળ બે કર જોડી રે, ઉદયરતન એમ વદે, નેક નજરથી નિહાળો રે.
(પા. ૩૫૮)
વિજ્ઞપ્તિ પત્ર
૨૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org