________________
મધ્યકાલીન સમયમાં ચોમાસામાં પર્યુષણ પર્વ થયા પછી સાધુ ભગવંતોને સંવત્સરી પર્વની ક્ષમાપના અને આગામી ચાતુર્માસની વિનંતીના વિસ્તારથી પત્ર લખવામાં આવતા હતા. કેટલાક પત્રોમાં ચિત્રો દોરવામાં આવતાં હતાં.
પૂ.વિજયસેનસૂરિના પત્રમાં ૭૫ ચિત્રોનો સમાવેશ થયો છે તે ઉપરથી પત્ર લખવાની શૈલીનો પરિચય થાય છે. ચિત્રકળાના ઉપાસકો આ ચિત્રોની પ્રશંસા કરે છે.
વિજ્ઞપ્તિ ત્રિવેણી” પુસ્તકમાં આવા પત્રોનો સંચય થયો છે. આ પત્રની શૈલીના અનુસરણ દ્વારા વિજયધર્મસૂરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્રની રચના થઈ છે એમ જાણવા મળે છે. પત્રમાં રચના સમયનો ઉલ્લેખ નથી પણ સં. ૧૭૧૨ થી ૧૭૩પના સમયગાળામાં પત્ર લખાયો હશે એમ અનુમાન કરવામાં આવે છે.
મધ્યકાલીન સમયમાં પદ્યમાં વિનંતી પત્રો લખાયા છે તેની સાથે ગદ્યમાં વિજ્ઞપ્તિ પત્રો પણ પ્રાપ્ત થાય છે. આ પત્રો ગદ્ય રચનાના નમૂનારૂપે છે. વિજ્ઞપ્તિ પત્રોમાં સંબોધન માટે દેવ-ગુરુનો ઉલ્લેખ થયો છે. વિશેષણયુક્ત શૈલી વાચકવર્ગનું ધ્યાન ખેંચે છે. વળી તેમાં વિસ્તાર-વર્ણન પણ વિજ્ઞપ્તિ પત્રના લક્ષણ તરીકે સ્થાન ધરાવે છે.
મધ્યકાલીન જૈન સાહિત્યમાં પત્ર લેખનની એક વિશિષ્ટ પ્રણાલિકાનું અનુસરણ થયું છે. તેમાં સીમંધર સ્વામીનો પત્ર સં. ૧૮૫૩માં હર્ષવિજયજીએ લખ્યો છે. ૧૬ ગાથાના આ પત્રમાં સીમંધર સ્વામી ભગવાનના ગુણોની માહિતી આપવામાં આવી છે. ભક્ત ભરતક્ષેત્રમાં વસે છે જ્યારે સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વસે છે એટલે ભક્ત ત્યાં જઈ શકતો નથી તેનું દુઃખ છે. તેમાં
૨૪૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org