________________
૨૦૦
અરિહંત વીર પ્રભુ જપતી, રાખે ન મન કાયા તપતી; સંતોષે રાખે તૃપતિ. પતિવ્રતા. ૧૧
નિંદા વિકથા સહુ વારી, ગુણથી થાતી જગ પ્યારી; બુદ્ધિસાગર ગુણ ધારી. પતિવ્રતા. ૧૨
(ગરબી-૫) પતિગુણ (મુનિવર સંયમમાં રમતા. એ રાગ)
ગુણવંત પતિની બલિહારી, દુર્વ્યસની નહીં વ્યભિચારી, ગુણવંત. ઈચ્છે નહીં કદિ પરનારી, શુદ્ધ પ્રેમનો અવતારી; વાણી મધુરી ઉપકારી. ગુણવંત. ૧
કામ કરે સર્વે સારાં, દુષ્ટ કર્મ કરતો ન્યારાં; સ્વજન ગણે મનમાં પ્યારાં. ગુણવંત. ૨
પત્નીથી નહીં લેશ કરે, કુટુંબ દુઃખો સર્વ હરે; નવરો નટ થઈ નહીં ફરે. ગુણવંત. ૩ આચારો સાચા પાળે, પત્નીવ્રતે મનડું વાળે; ચડતો નહીં મોહના ચાળે. ગુણવંત. ૪ મુંઝે ન પરનારી રંગે, રહેતો નહીં દુર્જન સંગે; કર્તવ્ય કરતો ઉમંગે. ગુણવંત. ૫
આત્મસમી પત્ની દેખે, એક સ્વરૂપે મન પેખે; અશુદ્ધપ્રેમને ઉવેખે. ગુણવંત. ૬
પત્નીવ્રતે વર્તે ભોગી, શુદ્ધ પ્રેમ ગુણ સંયોગી; દેશકાલ ગુણ ઉપયોગી. ગુણવંત. ૭
નીતિ રીતિ વ્રતને પાળે, દુર્ગુણ પ્રગટ્યા સહુ ટાળે; વંશ કુળ નિજ અજવાળે. ગુણવંત. ૮
Jain Education International
For Personal & Private Use Only
શાનતીર્થની યાત્રા
www.jainelibrary.org