________________
(ગરબી-૪) પતિવ્રતા સ્ત્રીનાં લક્ષણ
(મુનિવર સંયમમાં રમતા એ રાગ) પતિવ્રતા નારી જગસારી, દેવી સતીની બલિહારી, પતિવ્રતા. પરણ્યો પતિ કર્મ પામી, સંતોષે રહે ગુણરામી; થાય ન પરનરની કામી. પતિવ્રતા. ૧ રૂપથકી નહીં લલચાતી, પતિને ખવરાવી ખાતી; શંકા પડે ત્યાં નહિ જાતી. પતિવ્રતા. ૨ લાજ મર્યાદા નહિ મૂકે, શીયલ વ્રતને નહીં ચૂકે; કામની વાતો નહીં ફૂંકે. પતિવ્રતા. ૩ જડ ભોગોની ન પૂજારી, કર્મ કરે શુભ સંભાળી; વાણી વડે ગુણ રઢિયાલી. પતિવ્રતા. ૪ સાસુ સસરાને નમતી, વૃદ્ધ જમાડીને જમતી; મેંણાં ટોણાં સહુ સહતી. પતિવ્રતા. ૫ કજીયા કંકાસો ત્યાગે, સહુ પહેલાં ઘરમાં જાગે; દેવગુરૂ પાયે લાગે. પતિવ્રતા. ૬ પર ઘેર નવરી નહીં ભમતી, કુલટા સાથે નહીં રમતી; દુઃખ પડેલાં સહુ ખમતી. પતિવ્રતા. ૭ ચિત્ત પતિથી નહીં ચોરે, પીડા નકામી નહીં હોરે; પતિને ન અવળાપંથ દોરે. પતિવ્રતા. ૮ જેવો તેવો પતિ નિજ સારો, કર્મે મળ્યો મને પ્યારો; ઈચ્છે ન બીજો રૂપાળો. પતિવ્રતા. ૯ મન મારી ઘરમાં રહેતી, કાર્ય કરે ધરીને નીતિ; પાળે કુલવટની રીતિ. પતિવ્રતા. ૧૦
ગરબી
૨ON
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org