________________
પિડે બ્રહ્માંડે ઝળહળતી-ઝગમગ જયોત, તેથી ત્રણ્ય ભુવનમાં-વીરતણો ઉદ્યોત; સાપેક્ષાએ કર્તા હર્તા, પાલક જગ ધણી જો. સત્તાએ વ્યાપકને કેવલજ્ઞાને જગમણિ જો. પ્રભુ. ૧
સાખી અનંત જ્ઞાનાદિક ગુણી, ઝળકે અનંત નર, ચિદાનન્દ અનંતરસ-સાગરના છો પૂર; પિંડે બ્રહ્માંડે ષકારકમય શોભા કહ્યા જો, અનંત ગુણપર્યાયી, દ્રવ્યપણે નિત્ય જ વહ્યા જો; જેના ગુણ પર્યાયો અનંતદેવ સ્વરૂપ, સદસત્ પર્યાયોએ વર્તી રૂપારૂપ; ઘટ ઘટ આત્મવીર સત્તાએ પરમાતમ સદા, આવિર્ભાવ વ્યક્ત જિનેશ્વરકેવલી છો મુદા જો. પ્રભુ. ૨
ષટચક્રોમાં નૂર તુજ, ભાસે અનંત અપાર, સત્તાએ જીવો સહુ, એકાત્મા નિર્ધાર; નય વ્યવહારે આતમ-અનંત વ્યક્તિએ છતા જો, સમજ્યા વણ નયોને, મૂઢજનો ખાવે ખતા જો; માટે નયના જ્ઞાને સમજો વીરસ્વરૂપ, જેથી નાસે મિથ્યા ભ્રાંતિ દુઃખડાં ધૂપ; બુદ્ધિસાગર આત્મ મહાવીર ઘટમાં દેખશો જો; શુદ્ધપ્રેમàતે આત્મ સમું જગ પેખશો જો. પ્રભુ. ૩
૨૦૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org