________________
તર્ક વિવાદો સહુઝંડો, મહાવીરથી રઢને મંડો; યાદ કરી વીરને વંદો. પ્રભુ. ૫ પરમાતમ વીરના જેવો, ત્રણ્ય ભુવનમાં નહીં દેવો; પૂર્ણ સ્નેહે ઘટમાં સેવો. પ્રભુ. ૬ વીર વીર જે ઉચ્ચરશે, તેહનાં પાપો સહુ ટળશે; આતમને તેહ ઉદ્ધરશે. પ્રભુ. ૭ અરિહંત વીર જપો જાપે, આતમ વિશ્વ વિશે વ્યાપે; મુક્તિ સ્વયં નિજને આપે. પ્રભુ. ૮ કલિકાલે મહાવીર ભજો, વિકથા ખટપટ દૂર તજો; વીર પ્રભુરૂપ ઓળખો. પ્રભુ. ૯ વીર વીર મુખજે બોલે, મુક્તિ દ્વાર ઝટ તે ખોલે; આતમ શક્તિયો તોલે. પ્રભુ. ૧૦. મહાવીરનું સગપણ કીધું, અનુભવ અમૃતને પીધું; બુદ્ધિસાગર મન સિદ્ધયું. પ્રભુ. ૧૧
(ગરબી-૩) મહાવીર પ્રભુ પ્રભુ મહાવીર વિભુજી સર્વાગે શોભી રહ્યા છો, જેનો મહિમા જગમાં સઘળે અપરંપાર; શક્તિ જેની છાજે સર્વ વિશ્વ આધાર. એવા વીરપ્રભુ તો વચને નહીં જાવે કહ્યા છે;
સાખી આતમ તે પરમાતમા, પરમાતમ તે વીર, પર બ્રહ્મ હરિહર વિભુ, અરિહંત જગધીર; કેવલજ્ઞાન અને દર્શન-ગુણથી જગમાં વિભુ રે, વિશ્વોદ્ધારક તેથી, જગમાંહિ સાચા પ્રભુ રે;
ગરબી
૨૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org