________________
સાખી જૈનધર્મમાં જીવતા, સર્વે ધર્મ સમાય; સદસત્ વ્યક્તાવ્યક્ત સહુ, અસ્તિનાસ્તિરૂપ પાય. મહાવીર શરણે રહેતાં સર્વધર્મ પ્રગટે ખરા રે. નામે કર્મ મોહાદિ સહુ અનાદિ કીધ. માટે મહાવીર પ્રભુને દિલડામાંથી મહેં ધર્યા રે. વ્હાલી. ૪
સાખી અનન્ત વિશ્વ સમાય છે, મહાવીર જ્ઞાનનીમાંહિ, આત્માઓ સહુ વીર સમ, સત્તા વ્યક્તિની છાંઈ; મહાવીર જગ રૂપને જગ સહુ મહાવીર જાણીએ રે, સત્તા સાપેક્ષાએ જીવો વીર નિર્ધાર, એવા મહાવીર પ્રભુને અત્તરમાંહિ આણીએ રે, બુદ્ધિસાગર ધ્યાવે મહાવીર આપો આપ. હાલી. ૫ (ગરબી-૨) શ્રી મહાવીર પ્રભુની ગુહલી
(મુનિવર સંયમમાં રમતા.) પ્રભુ મહાવીર ભજો ભાવે, કુમતિ ટળે સુમતિ આવે; આતમ નિર્લેપ ઝટ થાવે. પ્રભુ. ૧ કર્યું જેણે મહાવીરનું શરણું, પછીથી નહીં તેહને મરણું. પ્રગટે હૃદય અમૃત ઝરણું. પ્રભુ. ૨ વીર ભજે નાસે પાપો, શરણ કરે નહીં સંતાપો; પૂર્ણ પ્રેમે જપતાં જાપો. પ્રભુ. ૩ ખાતાં પીતાં હરતાં ફરતાં, વીર વીર મુખ ઉચ્ચારતાં; નર નારી શિવપુર વરતાં. પ્રભુ. ૪
૨૦૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org