________________
ભવન નામે ગુણસ્થાનક છે. ચૌદભૂમિ તેનું પ્રમાણ છે. મોહરાજા જ્યારે તે કિલ્લા ઉપર ચઢી આવે છે ત્યારે ઉપશમરૂપી રાજા ત્યાં બેઠાં છે. જેમને વિવેકરૂપી ચરણ છે. જ્યાં સંવરરૂપી છત્રનો છાંયડો છે. ત્યાં તેરમે ગુણસ્થાનકે મુનિ ક્ષણવાર બેઠાં છે, જ્ઞાનાદિનો વિશિષ્ટ પરિવાર છે. (૪)
(મોહ) = પાપરૂપી તાપથી તપી ગયેલાં, સર્વપ્રાણીઓ ભવરૂપી દારિદ્રથી આક્રાંત થયેલાં, આક્રંદ કરતાં રહેલાં છે. સત્ય, શીલરૂપી થાંભલા પડી ગયાં છે જેથી જીવનાં અંગો ભાંગી રહ્યાં છે. ચિત્તમાંથી દયા, દમ વગેરે પણ પડી ગયું છે. ગુપ્તિરૂપી ભીંતો પડી રહી છે. સતત ચિંતા અને સંતાપમાં અનંતો કાળ ભમી રહ્યાં છે. હવે યથાપ્રવૃત્તિકરણની સહાયથી તેનો મહેલ જરાક સ્થિર થયો.
કોઈક તે કરણને પામીને પાછાં નથી ફરતાં કોઈ રાગ-દ્વેષની મોટી ગ્રંથીને ભેદ્યા વિના પાછાં ફરે છે. ત્યાં પહેલાં મિથ્યાત્વનો ક્ષય કરે પછી ક્ષણમાત્ર સાસ્વાદનને મેળવે છે હવે તે અનિવૃત્તિકરણને પામે છે. ત્યાં ક્ષણવાર સમ્યમિથ્યાષ્ટિ (મિશ્ર ગુણવાળા) થાય છે ત્યાં જિનેશ્વર દેવનાં રાજાનાં તે પથિક થાય છે. ચાર પ્રકારની ધર્મની ચતુરંગી સેનાથી યુક્ત થાય છે ત્યાં સંયમરૂપી સુભટનો આદેશ થાય છે કે મોહરૂપી સૈન્યને હવે પ્રવેશ ન આપશો. (૬).
ધર્મબોધિની આ સત્તા છે સમતા, અભય વગેરેથી યુક્ત અને જ્ઞાનથી દીપ્ત નેત્રવાળો તું અત્યારે તિમિરથી અંધ ન થા. અરેરે ! હે ભવ્યજીવ તું અત્યારે ઉપશમશ્રેણી ઉપર આદઢ થઈ ત્યાં રમણ કર. તેનાં પસાયથી ઉપરનાં કષાયો શાંત થશે. આ ભયંકર પ્રલયથી ભય ન પામીશ. સર્વ જીવોનો ક્ષય કરનારા આ રાગ અને દ્વેષ એ બે પાપ છે. તે તને પણ સંતાપ કરવા લાગ્યાં છે. (૭).
ઉપદેશમાલાદિ
૧૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org