________________
શત્રુંજયમંડન શ્રી પ્રથમ જિનેશ્વરને પ્રણામ કરીને, જીવને બોધ આપવા, ભવદુઃખનું ખંડન કરવા, રાત્રિપૂર્ણ થતાં આવી ભાવના ભાવવી “ઘર બળી રહ્યું છે, કેમ ઊંધે છે ?હે જીવ! તું જાણ આ ત્રણ ભુવનરૂપી ઘર છે. જ્યાં સ્નેહ થોડો છે (સ્નેહનાં બે અર્થ છે સ્નેહ = પ્રેમ અને સ્નેહ = તેલ) પણ નિરંતર ક્રોધરૂપી અગ્નિ પ્રજ્વલિત રહે છે.
અંદર માનરૂપી પવન ભરાયો છે તેથી વિશાળ એવી માયાજ્હાલા તેમાંથી સળગી ઊઠી છે તેમાં વળી ઇંધનની શ્રેણી ભળી છે. રાગરૂપી ઉંબાડીયાનાં કણ ત્યાં છવાઈ ગયાં છે. વળી સર્વ બાજુ ઘણાં દોષરૂપી ધૂમાડો પ્રસરી રહ્યો છે. કર્મપ્રકૃતિ તેની બાજુમાં જ ઢંકાયેલી છે તેથી ક્યારેય તેનો વિશ્વાસ ન કરવો. તેમાંથી વિષયરૂપી તડતડ શબ્દ ઊઠે છે. પાંચ પ્રકારનાં કામ ગુણો (સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ) અનિશ્ચિત છે. મોહ અને ચરડ રાજાની ધાડી આવી પહુંચી છે. ઇંદ્રિય રૂપી ચોરોને લઈને અવિરતિરૂપી રાક્ષસી આવી છે.
ઘણાં પ્રકારે ગુરૂની ઈચ્છાને અનુસરવું. તેઓ વિપુલ પ્રમાણમાં ગુણરાશિ દર્શાવે છે. સુંદર ખજાનો તે બતાવે છે. વળી ત્રણ ભુવનમાં દુર્લભ એવી ક્ષમા, મુક્તિ એવાં સુંદરગુણો બતાવે છે. અભંગ એવું જ્ઞાન પ્રાણીને આપે છે. વિરતિરૂપે કરીયાણુ સુંદર રીતે બતાવે છે. જેને ઈંદ્રો પણ ક્યારેય ખરીદી શકતાં નથી (દેવો દીક્ષા-વિરતિ ન લે તેથી) ગુરૂપ્રમાદ રૂપી નશાથી આપણને દૂર રાખે છે. સર્વ જીવલોકમાં તે મોહ અનિવારિત છે મોહરાજા બધાને લૂસઈ = લૂંટીને મનમાં હસે છે. પોતાનાં પરિવારને તે આ રીતે સંતોષ પમાડે છે.
કરૂણારસસાગર શ્રી જિનેશ્વરનાથને જોવા જેને મોહરૂપી ચોરને હયાં છે. શિવપુરના માર્ગમાં સાર્થવાહ સમાન છે.
૧૮૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org