________________
તેટલામાં મોહરાજા પાછાં તેની પાછળ આવી રહ્યાં છે અને તરત જ વિષય કષાયની પોતાની સેના ત્યાં પૂર્ણ પણે રાખી અગ્નિનાં કણો તેમાંથી ઊડી રહ્યાં છે ત્યાં મંદસત્વવાળાં ઘણાં મૃત્યુ પામ્યા. પણ ઉપશમ રૂપી સુભટે વિષયરૂપી ચોરોને ભગાડી મૂક્યા. સંયમસુભટને રાખીને ચોથેથી પાંચમે ક્ષણવાર રહ્યો ત્યાં જિણવરધર્મના ગુણનાં સમૂહથી ભાવિત થયો. હવે ધર્મબોધિ ફરી ભવ્યજીવને કહે છે “જોયુંને ? મોહે જીવને કેવો ઉપદ્રવ કર્યો?” (૮)
ત્યાં તેની સાથે રહેતાં તેની ઉપાસના કરી ત્યાંથી તે જીવને જલ્દીથી સિદ્ધનો આવાસ દેખાડ્યો. ઉપર-ઉપર ક્ષણવાર રાખ્યો અને યુદ્ધ કરીને આ રીતે મોહરાજાનો પરાજય કર્યો. જ્યાં રોગ નથી, શોક નથી, સંતાપ નથી, જન્મ, જરા, મૃત્યુનો અભાવ છે. તરસ, ભૂખ, ઠંડી નથી એવું આ સ્થાન છે. વળી વળી જો મોહનો જોગ (ભેટો) થઈ જશે તો ફરી આગ ઉઠશે અને ચાર ગતિરૂપ ભવનમાં ભમવાનું થશે. (૯)
તીક્ષ્ણ એવાં લાખો દુઃખો ઘણાં પ્રકારે પ્રાપ્ત થશે ત્યાં સુખ તો ક્ષણ માત્ર જોવામાં આવશે. અહહ ! આવું જાણીને હવે પ્રમાદ ન કરીશ. સુખ-દુઃખ, હર્ષ-વિષાદને સમપણે અનુસરજે-મુનિની શિખામણને ધ્યાનમાં લઈ કેટલાંક હળુકર્મીજીવોને અપાર એવી બુદ્ધિ (સુમતિ) સ્કુરાયમાન થઈ. વળી જે ગુરૂનાં વચનને ઉવેખશે તે ચોરાશી લાખ યોનિમાં ભ્રમણ કરશે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે સ્વરૂપે તે જિનવચનથી ભાવિત થયાં વિના ભમશે. (૧૦)
માતા, પિતા, સ્વજન વગેરેથી રક્ષણ કરાતો, પત્નીનાં ખૂબ સ્નેહ બંધનથી બંધાયો આ રીતે પરઘરમાં ઘણીવાર પગલાં પાડ્યાં.
૧૮૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org