________________
નેમ રાજુલ બેહુ મિલ્યા, પામ્યા સુખ અનંત.
વિનય સદા સુખ પામીયે, ભજતાં ભગવંત | પંથી || ૨૬ ||
સંવત સત્ત૨શે અઠ્ઠાવીશે, રહી રાનેર ચોમાસ. રાજુલ નેમ સંદેસડા, ગાયા હર્ષ ઉલ્લાસ | પંથી ॥ ૨૭ ||
કાવ્યના આરંભમાં કવિએ રાજુલનો સંદેશો નેમજીને કહેજો એ રીતે રાજુલના ચિત્તની મનોવ્યથા પ્રગટ કરી છે.
માગશર માસે મોહિયો મોહની એ મન્ન
ચિત્ત માંહે લગી ચટપટી, ન ભાવે ઉદકને અન્ન પંથીઅડારે સંદેસડો કહેજો નેમને એમ.
છટકી છેહન દીજીયે, નવ ભવનો હો પ્રેમ || પંથી || ૨ | કવિએ અન્ય ગાથાઓમાં માસવાર ઋતુના સંદર્ભમાં વિરહવેદનાને વાચા આપી છે.
“રાજુલ રાણીનો બારમાસીયો' એ શીર્ષકથી કવિ કપૂરસાગરની (અંચલગચ્છ) બારમાસા કૃતિ પ્રાપ્ત થાય છે. કવિએ અષાઢથી જેઠ માસના ક્રમમાં રાજુલના વિરહની અભિવ્યક્તિ કરીને તેણીના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે.
અષાઢ માસનું નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે - આષાઢે અતિ આકુલી, વાલા વીનવે રાજુલ નાર વીજલડી ચમકા કરે, વાલા ગરજે મેઘ અપાર રે. સાહેબજી' ચઢ્યા ગિરનાર રે, પિયુડા વિણ કવણ આધાર રે. વિરહ બળે કાયા સાસ રે, નયણે વરસે જળધાર રે. ઘરે આવોને વિસરે સાહેબા || ૧ ||
ઘરે આવોને એ ધ્રુવ પંક્તિ દ્વારા રાજુલના મનની સ્થિતિનો પરિચય થાય છે. દરેક માસમાં ઋતુના સંદર્ભમાં રાજુલની વિરહ ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બારમાસા - કાવ્યોની સમીક્ષા
Jain Education International
For Personal & Private Use Only
૧૭૫
www.jainelibrary.org