________________
કવિના શબ્દો છે - “ગાયા બારે માસ, નવ નવરંગેરે. કહે મોહન ધરીને નેહ, મનને ઉમંગેરે”
કૃતિ તો રસિક છે પણ કવિએ તેથી અધિક રસિકતાથી રચના કરીને વાચક વર્ગને આસ્વાદ માટે ભક્તિભાવપૂર્વક પ્રગટ કરી છે.
માગશર માસ વિશે કવિની પંક્તિઓ જોઈએ તો – મોહે માંગશિર માસ, માનની માતીરે.
જ્યોતી નાહની વાટ, વિરહે તાતી રે નવભવ કેરી જેહ, નારી તુમારી રે. મૂકી તેહને ગેહ, અવરચિત્ત ધારી રે | ૬ |
કવિએ અષાઢ માસની પંક્તિઓ દ્વારા રાજુનાં વિરહની સ્વાભાવિક અને ભાવવાહી સ્થિતિ દર્શાવીને ગઢ ગિરનારમાં સ્વામીને મળી સંયમ ગ્રહણ કરીને શાશ્વત પદવી પ્રાપ્ત કરી તેનો ઉલ્લેખ કર્યો છે.
માસ અષાઢ મેહ, જરમર વરસે રે, પિયુ પિયુ ચાતકજેમ, પ્રેમદા તરસે રે, કહેજો પંથી જાય, ગઢ ગિરનારે રે. મુજ સાથે સંદેશો એમ, કહેતા તુમ નીરે રે ! ૧૩ | ટાલિયા વિરહ વિયોગ, દંપતી મિલીયાં રે. પામ્યાં સુખ અનંત, વાંછિત ફલિયાં રે.
કવિ વિનયવિજયની બારમાસાની કૃતિની આ રચના માગશર માસથી કારતક માસના ક્રમમાં થઈ છે. કવિએ સૂરતી મહિનાની દેશના પ્રયોગ પદ્યને અનુરૂપ કર્યો છે. મધ્યકાલીન સમયમાં કાવ્યને અંતે ગુરુ પરંપરાની સાથે રચના સમયનો પણ ઉલ્લેખ થયો હતો. આ બારમાસામાં તેનું અનુસરણ થયું છે. ૧૭૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org