________________
ઘરે આવોને એ સંદર્ભમાં કવિની અનોખી કલ્પના નોંધપાત્ર છે. રાજુલ કહે છે કે મારી સખીઓ તમારું (સ્વામીનું) મુખ જોવા ઉતાવળી થઈ છે. ક્યારની રાહુ જુએ છે.
સખી થઈ છે ઉતાવલી, વાલા તુમ મુખ જોવા ચંદ. રાજુલની વાણી સુણીએ, વાલા મિલિયા નેમિજિણંદ રે. બિહું પામ્યા પરમાનંદ રે, જિમ ભ્રમર મન મકરંદ રે. સહુ દૂર ટળ્યા દુઃખ દંદરે, અતિ પ્રસયો આનંદ કંદરે ॥૨૪॥
કાવ્યને અંતે ગુરુ પરંપરાનો ઉલ્લેખ થયો છે. અંચલગચ્છના પૂ. અમરસાગરસૂરિના શિષ્ય વાચક રત્નસાગરના શિષ્ય ‘કપૂરસાગરે’ ‘ગાયો યદુપતિ રાયરે.' બારમાસાની રચનાકૃતિમાં આ કૃતિ કાવ્ય-રસ અને કલ્પનાથી ઉત્તમ કોટિની બની છે.
૧૭૬
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org