________________
આ ચરિત્રમાં હેમ ઋષિની દીક્ષા, તપ, ત્યાગ, વૈરાગ્ય, શાસનની પ્રભાવના, કાળધર્મ અને એમની આત્મસાધનાનો પરિચય પ્રાપ્ત થાય છે. આ ચરિત્ર ભવ્યાત્માઓને માટે રસિક કથાના આસ્વાદ સમાન નિર્દોષ આનંદની સાથે ધર્મરસનું પાન કરાવવાની ક્ષમતા ધરાવે છે.
ગુજરાતી ભાષાના સાહિત્યમાં જીવનચરિત્રની કૃતિ સાથે કથા' શબ્દપ્રયોગ થયો છે. દા.ત. નવલરામની જીવન કથા અહીં કથા' શબ્દ જીવનના વિવિધ પ્રસંગોનું નિરૂપણ સાથે છે. તેના દ્વારા કથાનો આસ્વાદ - કથા રસની અનુભૂતિ થાય છે. હેમ નવરસો એ કથારસની સાથે વૈરાગ્ય – ભાવ - ઉપશમ ભાવનું નિરૂપણ કરીને વાચકોની સાત્વિકતાને પુષ્ટિ આપે છે. એટલે સાહિત્યનો નવરસ નથી પણ અભિનવ એવો ઉપશમ ભાવ અને કથારસથી સમૃદ્ધ છે.
હેમ નવરસો
૧૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org