________________
ચાતુર્માસની માહિતી નીચે પ્રમાણે છે - "
મેવાડમાં ૧૯, મરૂધમાં ૩૦, ઇન્દ્રગઢ-૧, ઢુંઢક-૧ એમ પ૧ ચોમાસાં થયાં હતાં. તપશ્ચર્યામાં ૧ ઉપવાસ, બેલા-બે ઉપવાસ, બેલા-ત્રણ ઉપવાસનો સમાવેશ થાય છે.
હેમભિક્ષુની વિશેષતા જોઈએ તો વૃદ્ધાવસ્થામાં પણ ઊભા ઊભા પ્રતિક્રમણની ક્રિયા ભાવપૂર્વક કરતા હતા.
હેમભિક્ષુ ઋષિને શાતા પૂછવા આવ્યા ત્યારે ઋષિએ એમને પાટ સોંપી હેમઋષિને જીવનના અંતિમ દિવસોમાં શ્વાસની પીડા થઈ હતી. ઋષિજીએ કહ્યું કે આ વર્ષે ૧૫ સાધુઓ એક જ સ્થળે સાથે ચોમાસું કરીએ. આહારની તકલીફ થશે તો તપશ્ચર્યા કરીશું. લૂખા ફૂલકા રોટલી)નો આહાર કરવામાં આવે છે. હેમઋષિને સાંજના સમયે શ્વાસની માત્રા વધી ગઈ. ત્યારે જિતઋષિએ અંત સમય નજીક જાણીને પચ્ચખાણ કરાવ્યાં. અને ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનનો સકામ મરણ અધિકાર સંભળાવ્યો. અંતે સં. ૧૯૦૪ના જેઠ સુદ-૨ ના રોજ શિરયારીમાં કાળધર્મ પામ્યા. - જીવનમાં કેવો સુયોગ સધાયો? જન્મ, દીક્ષા અને સંથારો આ ત્રણેય મહત્ત્વના પ્રસંગો પોતાની જન્મભૂમિ શિરયારીમાં થયા હતા.
સંયમ જીવનનો પરિચય સંયમની પ્રેરણારૂપ બને તેવો છે. આ ચરિત્ર વૈરાગ્ય રસનું ઉત્તમ ઉદાહરણ છે. - વિરતિધરના જીવનનો પરિચય વિરતિધર્મની વૃદ્ધિ કરીને જીવનમાં વિરતિધર્મ સ્વીકારવાના સંસ્કારોનું સિંચન કરે છે. પુણ્યોદયે આ સંસ્કારોનો પ્રાદુર્ભાવ થતાં આત્મા વિરતિધર્મ સ્વીકારીને આત્મકલ્યાણ કરે છે. તેમાં આ પ્રકારના જીવનનું નિમિત્ત ઉપકારક બને છે.
૧૨૪
જાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org